જો તમે કોઈ અજાણી જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યો હો તો Google Maps તમને ખુબજ મદદ કરે છે. આનાથી તમને કોઈ પણ અજાણ્યા રસ્તાઓની માહિતી સરળતાથી મળી જશે.આના ઉપયોગ માટે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડતી નથી. જો કે એ જરૂરી નથી દરેક જગ્યાએ ઈન્ટરનેટ કનેક્શન સારૂ આવે.

જો ઇન્ટરનેટ કનેક્શન સારૂ આવતુ ન હોય તો Google Mapsને તમે ઓપરેટ કરી શકશો નહી. આ માટે એક સુવિધા આપવામાં આવી છે. તમે એપમાં ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈ પણ વિસ્તારમાં મેપને ડાઉનલોડ કરી શકો છો. આનાથી તમે કોઈ પણ નેટ કનેક્શન વ હોય તો પણ તમામ રસ્તાઓની જાણકારી લઈ શકશો.

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ રીતે ડાઉનલોડ કરો ઓફલાઈન મેપ

સૌ પ્રથમ તમારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં Google Mapsને ઓપન કરો. ત્યારબાદ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા સાઈન ઈન કરો. હવે જ્યાં તમે જવા માગો છો તે રસ્તાને સર્ચ કરો. ત્યારબાદ Download offline Map પર ટેપ કરો. આનાથી તમારા ફોનમાં ઓફલાઈન મેપ ડાઉનલોડ થઈ જશે.

સૌ પહેલા ફોનમાં Google Mapsને ઓપન કરો. ત્યારબાદ ઇન્ટરનેટની મદદથી સાઈન ઈન કરો. ત્યારબાદ જ્યા જવુ છે તે જગ્યાને સર્ચ કરો. ત્યારબાદ જગ્યાનુ નામ નાખી More પર ટેપ કરો. ત્યારબાદ Download offline Map પર ટેપ કરો. હવે તમે ઓફલાઈન હોવા છતા મેપનો ઉપયોગ કરી શકો છો.

Google Maps પર કરી શકશો મ્યૂઝિક કંટ્રોલ

Google થોડા સમય પહેલા Mapsમાં એક નવું ફીચર જોડ્યુ હતુ જેમાં યૂઝર્સ કેટલાક મ્યુઝિક એપ્સને કંટ્રોલ કરી શકશે. હવે તમે Google Mapsનો ઉપયોગ કરી મ્યૂઝિક સાંભળી શકશો. આ ફીચરના ઉપયોગ માટે Google Mapsનું 10.9.2 વર્જન ઈંસ્ટોલ હોવુ જોઈએ. અહી ક્લીક કરવાથી Google Maps પર મ્યુઝિક કંટ્રોલ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હવે નેટ નહી હોય તો પણ Google Maps પર જોઈ શકશો રસ્તાઓ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/you-can-use-google-maps-offline-on-android-and-ios-know-how/
via Best Gujarati News

0 Comments