સંજય લીલા ભંસાલીની આવનારી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર શનિવારે રિલીઝ થયું છે. જેમાં બે નવા ચેહરા દર્શકોને દેખાશે. આ ફિલ્મથી સંજય લીલા ભણસાલીની ભાણી શરમીન સહગલ અને જાવેદ જાફરીનો દીકરો મિઝાન જાફરી ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા બન્ને એક્ટર્સ વિશે ચર્ચા થઈ રહી છે. બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાને પણ શરમીનના બાળપણની એક તસવીર શેર કરી તેને શુભેચ્છા પાઠવી છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાને શરમીનના બાળપણની એક તસવીર તેના ટ્વિટર એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. જોકે આ તસવીર શરમીનના કારણે નહીં પરંતુ એક અન્ય કારણથી ઘણી વાયરલ થઈ રહી છે. આ કારણ બીજું કોઈ નહીં પરંતુ ઐશ્વર્યા રાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ તસવીર સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના શેટની છે. તસવીરમાં શરમીન સલમાન સાથે તેના અંકલને કેક ખવડાવી રહી છે. આ તસવીર જોઈને એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તસવીરમાં સલમાન ખાને ઐશ્વર્યા રાયને ક્રોપ કરી છે. રિપોર્ટ પ્રમાણે આ ફોટો ફિલ્મના ગીત ‘હમ દિલ દે ચુકે સનમ’ની શૂટિંગ સમયની છે. તસવીરમાં પાછળ ઐશ્વર્યા રાય દેખાઈ રહી છે અને તસવીર ક્રોપ કરીને શેર કરવામાં આવી છે. એમ કેટલાક ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે અફેરની જબરદસ્ત ચર્ચા હતી. ફેન્સને પણ આ જોડી ઘણી પસંદ હતી. પરંતુ થોડા સમય પછી બન્ને સ્ટાર્સ વચ્ચે અણબનાવ થતા બન્ને અલગ થઈ ગયા. આ ફિલ્મ બાદ બન્ને એક્ટર્સે એક બીજા સાથે કામ પણ ન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાને ઐશ્વર્યા રાયને કરી ‘Crop’? શેર કરી જૂની તસવીર appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/salman-khan-may-cropped-aishwarya-rai-in-old-picture/
via Best Gujarati News

0 Comments