BJPના ‘તારા સિંહ’ને ચૂંટણી પંચની પહેલી નોટિસ, જાણો શું છે કારણ
હાલ સંપૂર્ણ દેશમાં લોકસભા ચૂંટણી 2019નો રંગ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કેટલાક નેતાઓએ કર્યું છે. જ્યારે આ લિસ્ટમાં હવે બોલિવૂડ એક્ટર અને ગુરદાસપુરની સંસદીય બેઠકથી બીજેપી ઉમેદવાર સની દેઓલનું નામ પણ સામેલ થયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચે(Election Commission) આચારસંહિતાના કથિત ઉલ્લંઘન કરવા બદલ સની દેઓલને નોટિસ ફટકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી અધિકારીઓએ ગયા શુક્રવારે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ પઠાનકોટમાં સની દેઓલની જાહેરસભાની તપાસ કરી. ચૂંટણી અધિકારીઓને જાણ થઈ કે બોલિવૂડ અભિનેતા અને બીજેપી ઉમેદવાર સની દેઓલે જાહેરસભા દરમિયાન લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો હતો અને તે લગભગ 200 લોકોની ભીડ વચ્ચે ઉભો હતો.
રિપોર્ટમાં કહ્યું કે ચૂંટણી પંચે નોટિસમાં લખ્યું કે સની દેઓલે પ્રચાર બંધ હોવા પછી પણ જાહેરસભા કરી અને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું. તમને જણાવી દઈએ કે રવિવારે ભારતમાં 8 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થવાના છે. જેમાં પંજાબની 13 બેઠકો સામેલ છે. ચૂંટણી પ્રક્રિયાના 48 ક્લાક પહેલા જ ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવે છે. પંરતુ ચૂંટણી પંચે સની દેઓલને ચૂંટણી પ્રચાર બંધ થયા પછી પણ પ્રચાર કરતા જોયો. ઉલ્લેખનીય છે કે સની દેઓલ પંજાબની ગુરદાસપુર સંસદીય બેઠકથી બીજેપી તરફથી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે તેની સામે કોંગ્રેસના સુનીલ જાખડ ચૂંટણી મેદાનમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post BJPના ‘તારા સિંહ’ને ચૂંટણી પંચની પહેલી નોટિસ, જાણો શું છે કારણ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/election-commission-sent-notice-to-bjp-candidate-sunny-deol/
via Best Gujarati News


0 Comments