ઑવર બરાબરની ઝુડાતા કેમ રડવા લાગ્યો હતો કુલદીપ યાદવ? હવે તોડ્યું મૌન
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019 પુર્ણ થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને પછાડીને ચોથીવાર આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી હતી. દર વખતની જેમ આ વર્ષે પણ આઈપીએલ કેટલાક ખેલાડીઓ માટે સારું રહી તો કેટલાકને રડવાનો વારો આવ્યો. ભારતનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પણ આ આઈપીએલ સીઝનને ભૂલવા ઇચ્છશે, કેમકે કોલકાતા તરફથી રમતા કુલદીપે આ વર્ષે આઈપીએલમાં ખરાબ બોલિંગ કરી હતી.
આઈપીએલની આ સીઝનમાં કુલદીપ યાદવ વધારે વિકેટ નીકાળી શક્યો નહોતો અને આ પણ એક કારણ રહ્યું કે કોલકાતા પ્લે ઑફમાં જગ્યા બનાવી શકી નહીં. જો કે એક મેચ તો એવી રહી, જેમાં કુલદીપ યાદવની ભયંકર ધોલાઈ થઈ. કુલદીપે એક ઑવરમાં 27 રન આપી દીધા હતા. આરસીબીનાં બેટ્સમેન મોઈન અલીએ આ ઑવરમાં કુલદીપની એક ઑવરમાં જ 27 રન ફટકારી દીધા હતા. પોતાની 4 ઑવરમાં તેણે 59 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. આ રેકૉર્ડ સાથે કુલદીપ યાદવ સંયુક્ત રૂપે લીગનો સૌથી મોંઘો સ્પેલ ફેંકનાર સ્પિનર બની ગયો છે.
કુલદીપ યાદવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે પોતાની એ ઑવરમાં વધારે રન આપી દેવાના કારણે નિરાશ હતો. કુલદીપે જણાવ્યું કે તેણે મોઈન અલીને આઉટ કરવાની યોજના બનાવી હતી, પરંતુ તેને યોગ્ય રીતે અનુસરી શક્યો નહીં. તેણે કહ્યું કે, “જ્યારે મારી ઑવરમાં ઘણા બધા રન ગયા ત્યારે હું નિરાશ થઈ ગયો. હું જાણતો હતો કે હું તેને આઉટ કરી શકું છું, પરંતુ હું મારા પ્લાન પ્રમાણે બૉલિંગ કરી શક્યો નહીં. એ ઑવરમાં જ મેચ અમારા હાથમાંથી નીકળી ગઈ હતી. આ કારણે હું થોડોક ભાવુ થઈ ગયો હતો.” કુલદીપ ભારતની વર્લ્ડ કપ ટીમનો ભાગ છે. ટૂર્નામેન્ટમાં ભારતની સફળતા માટે કુલદીપ અને યુઝવેન્દ્ર ચહલનું સારું પ્રદર્શન જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઑવર બરાબરની ઝુડાતા કેમ રડવા લાગ્યો હતો કુલદીપ યાદવ? હવે તોડ્યું મૌન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/kuldeep-yadav-talking-about-why-he-were-crying-after-giving-too-many-runs/
via Best Gujarati News
0 Comments