સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ સંયુક્ત અવલોકન બાદ કહ્યું હતુ કે ઉત્તર કોરિયામાં એક કરોડ લોકો ભોજનની ગંભીર ઉણપનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયાનાં રાજદૂત કિમ સોંગે તાત્કાલિક સહાયતાની અપીલ કરી હતી. ઉત્તર કોરિયાઈ અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ખરાબ ઋતુ અને આર્થિક પ્રતિબંધોનાં કારણે દેશમાં ભોજનની ઉણપ છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે, દેશમાં ખાદ્ય સંકટની ચિંતાઓની વચ્ચે તે લગભગ 4 દશકથી સૌથી ખરાબ દુકાળનો સામનો કરી રહ્યું છે.

સરકારી ‘કૉરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી’એ બુધવારનાં રોજ કહ્યું કે વર્ષનાં 5 મહિનામાં આખા દેશમાં 54.4 મિમી (2.1 ઇંચ) વરસાદ થયો છે, જે 1982 બાદ સૌથી ઓછો છે. સંયુક્ત રાષ્ટ્ર તરથી લગાવવામાં આવેલા હાલનાં પ્રતિબંધો અંતર્ગત ઉત્તર કોરિયા દ્વારા કોઇપણ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવા પર પ્રતિબંધ છે. તેમ છતા ગત મહિને ઉત્તર કોરિયાએ મધ્યમ ગતિની મિસાઇલો છોડી હતી.

આ પરીક્ષણોથી જાપાન જેવા પાડોશી દેશો પર મંડરાતા ખતરાનાં કારણે આને વધારે ઉકસાવનારી હરકત તરીકે જોવામાં આવી. ત્યારબાદ ઉત્તર કોરિયા પર તમામ પ્રકારનાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. પ્રતિબંધો બાદ પણ ઉત્તર કોરિયા નિયમો નેવે મુકીને બેલેસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કરતું રહે છે. ફેબ્રુઆરીમાં કિમ જૉંગ ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપની વચ્ચે ઘણીવાર મુલાકાત થઈ, પરંતુ સમસ્યાનું સમાધાન થયું નહીં.

તો બીજી તરફ ઉત્તર કોરિયાનાં અધિકારી અને કાર્યકર્તા નવા જળ સ્ત્રોત શોધવા અને પંપોની સાથે પીયત માટેનાં ઉપકરણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી કૃષિને થનારા નુકસાનને ઓછું કરી શકાય. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયામાં દુકાળની સ્થિતિ મે અંત સુધી રહેશે તેવું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમેરિકા સામે પડ્યો હતો આ દેશ, હવે નથી મળી રહ્યું એક કરોડ લોકોને પુરતુ ભોજન appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/north-korea-suffering-from-condition-of-scarcity/
via Best Gujarati News

0 Comments