ગૂગલે એક નવું ટ્રાંસલેશન ટૂલ એનાઉન્સ કર્યુ છે, જે કોઈ પણ ભાષામા અવાજ સાંભળીને બીજી ભાષામાં ટ્રાંસલેટ કરી નાખશે. ખાસ વાતતો એ છે કે આ ટ્રાંસલેશન પછી તેજ અવાજમાં બીજી ભાષાનું ટ્રાંસલેશન સંભળાશે. બોલનારનો અસલી અવાજ હોય તેમાંજ બીજી ભાષા અનુવાદિત પરિણામ સાંભળવા મળશે. આ તરફ કોઈ બીજી વાતને બીજી ભાષામાં સમજાવવા કે સાંભળવા ટેક્સ ફોરમેટમાં લખવુ નહી પડે.

ગૂગલનો ઓડિયો ટ્રાંસલેશન ટૂલ પોતાની રીતે પહેલું સિસ્ટમ હશે, જે બોલવાથી અવાજમાં જ અનુવાદિત ઓડિયો સંભળાવશે. આ રીતનો અનુભવ અસલી વાતચીત જેવો જ હશે. પહેલા જેવી લાંબી પ્રક્રિયાથી બહાર આવવું નહી પડે. ગૂગલનો દાવો છે કે ‘Translatotron’ નામની આ સિસ્ટમ બોલનારના અવાજમાં આઉટપુટ જોઈને જ સમજી જશે કે બ્લોગપોસ્ટમાં આ અંગે જાણકારી આપી હતી કે આ ટુલ કેવી રીતે કામ કરે છે.

બ્લોગપોસ્ટમાં લખ્યુ છે કે આ એક ભાષામાં કહેલી વાત બીજી ભાષામાં કોઈ ફેરફાર વીનાજ અનુવાદ કરી નાખશે. આના માટે યૂઝર્સ પોતાની વાત લખીને ટ્રાંસલેટ વ કરતા ફક્ત બોલવાથી ટ્રાંસલેટ કરી શકાશે. સાથે આ યૂઝરના અવાજમાં આઉટપુટ આપશે, માનો બોલનાર ખુદ પોતાના અવાજમાં બીજી ભાષામાં વાતચીત કરી રહ્યો છે. આ પહેલુ એન્ડ ટુ એન્ડ મોડલ છે જે સીધાજ કહેલી વાત બીજી ભાષામાં ટ્રાંસલેટ કરી શકે છે. ગૂગલ આની મદદથી દિવ્યાંગ યૂઝર્સ માટે ખુબજ ઉપયોગી સાબીત થશે.

હાલ તો ગૂગલનું ટ્રાંસલેશન સિસ્ટમ ત્રણ સ્તર પર કામ કરી રહ્યુ છે. સૌથી પહેલા ઓટોમેટિક સ્પીચ રેકગ્નિશનમાં અવાજ સાંભળી તેને ટેક્સ ડિવાઈસમાં ટાઈપ કરી શકશે. ત્યારબાદ મશીન એકથી બીજી ભાષામાં સામાન્ય ટે્કસની જેમજ ટ્રાંસલેટ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હવે તમારો અવાજ સાંભળી ભાષાંતર કરી આપશે આ ગૂગલ ટ્રાંસલેશન ટૂલ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/new-google-translate-tool-will-translate-your-audio-input-and-give-output-in-your-own-voice/
via Best Gujarati News

0 Comments