21 મેએ લૉન્ચ થાય તે પહેલાજ Hyundai Venueની કિંમત થઈ લીક
Hyundai ઈન્ડીયાએ ભારતમાં 21 મેએ પોતાની સબ-4 મીટર કોમ્પેક્ટ SUV Venueને લૉન્ચ કરવા જઈ રહી છે. હાલ લૉન્ચિગ પહેલાજ આ SUVની કિમતો લીક થઈ ગઇ છે. ઓવરડ્રાઈવથી મળેલી જાણકારી અનુસાર Hyundai Venueના ટોપ પેટ્રોલ SX+ ઓટોમેટિક વેરિયન્ટની કિેમત 10.65 લાખ રૂપિયા છે.
બીજા ટોપ પેટ્રોલ વેરિયન્ટSX (O)ની કિંમત 10.09 લાખ રૂપિયા અને ટોપ ડીઝલ SX (O) વેરિયન્ટની કિંમત 10.42 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જો કે હાલ Hyundai Venueના લોઅર વેરિયન્ટની કિંમત સામે આવી નથી.
આપને જણાવી દઈએ કે આ મહીનાની શરૂઆતમાં Hyundai Venueની ગ્લોબલ ડેબ્યુ કરવામાં આવી હતી. આ સબકોમ્પેક્ટ SUVની ટક્કર ભારતીય માર્કેટમા Ford EcoSport, Mahindra XUV300, Maruti Suzuki Brezza અને Tata Nexon સાથે થશે. આ સાથે 1.2-લીટર અને 1.0 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 1.4 લીટર ટર્બોચાર્જડ ડીઝલ એન્જીન મળશે.
મળી રહેલી માહિતી અનુસાર 1.2 લીટર પેટ્રોલ એન્જીનને Hyundai Venue E અને S વેરિયન્ટમાં DCT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આપવામાં આવેલ છે. 1.2 લીટર પેટ્રોલ એન્જીન 88PS પાવર આપશે અને 1.0-લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીન 120PSનો પાવર આપશે.
ડીઝલ એન્જીનની વાત કરીએતો કંપની આમાં 1.4 લીટર એન્જીન આપશે જે 90PSનો પાવર આપશે. જો કે ડીઝલમાં ઓટોમેટિકનું ઓપ્શન નહી મળે, આપને જણાવી દઈએ કે આ ભારતની પહેલી કનેક્ટેડ કાર છે. જેમાં 33 કનેક્ટિવિટી ફીચર્સ સહિત કેટલાક ફર્સ્ટ ઈન સેગમેન્ટ ફીચર્સ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 21 મેએ લૉન્ચ થાય તે પહેલાજ Hyundai Venueની કિંમત થઈ લીક appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/hyundai-venue-prices-leaked-ahead-of-india-launch/
via Best Gujarati News
0 Comments