સતરંગી :- રશ્મિન શાહ

જો આગળ વધવું હોય અને નવી ઊંચાઈ હાંસલ કરવી હોય તો અહીં કહેવામાં આવેલી આ પાંચ વાતને ગાંઠે બાંધીને રાખજો, ક્યારેય ભૂલતા નહીં. જીવનભર ઉપયોગી બને એવી આ પાંચ એડવાઇસ છે.

આમ તો આ જે કોઈ વાત છે એ બધી વાત કોઈ અને કોઈ તબક્કે બની શકે કે તમે સાંભળી હોય કે તમને સંભળાવવામાં આવી હોય અને જો એવું થઈ ચૂક્યું હોય તો આજે એ જ વાતને જરા જૂદા દ્રષ્ટિકોણથી સાંભળવાની અને સમજવાની છે, જે બહુ જરૂરી છે. આગળ વધવામાં, આગળ આવવામાં અને ઊંચાઇ હાંસલ કરવામાં. આ પાંચ એડવાઇસ ખાસ કરીને આજના યંગસ્ટર્સને લાગુ પડે છે. સર હેન્રી ર્ફેડે કહ્યું છે એમ, ‘આગળ આવવાની જવાબદારી તમારા ભાગમાં છે પણ જો આગળ આવતી વખતે તમે કોઇ વાતનો ચેન્જ લઇ આવવા માટે તૈયાર ન હો તો તમે આગળ આવવાની જવાબદારી બીજાને સોંપી દો છો. જો આગળ આવવું હોય તો સતત બદલાતા રહેવું બહુ જરૂરી છે.’

બદલાતા રહેવું અને સારી રીતે બદલાતા રહેવું એ બન્ને વચ્ચે એક મસમોટો તફવત છે. આ તફવતને સમજવાની સલાહ સાથે જ જે પાંચ વાતને ગાંઠે બાંધવાની છે એ પાંચ પૈકીની પહેલી વાત આવે છે. આ એડવાઇસ આપી છે બિલ ગેટસે. બિલ ગેટસે કહ્યું છે, ‘નેવર આર્ગ્યુ…’

યંગસ્ટર્સને સાચા પડવાની રીતસરની લત લાગી છે. આ લત છોડી દો અને દલીલ કરવાનું કામ ત્યજી દો. જો તમારી વાત સાચી હશે તો એ વાત સામેની વ્યક્તિને સમજાયા વિનાની રહેવાની નથી અને જો તમે ખોટા હશો તો એનાથી જાહેરમાં ખોટા પડયા વિના જ તમે સુધરી શકશો. દલીલ કરવા જતાં ઘણી વખત એની આડઅસર એવી ઊભી થાય છે કે તમારી સાથે તર્કબધ્ધ વાત કરવાનું લોકો ટાળવા માંડે છે અને કોઇ વખત એવું પણ બની જાય કે તમારી દલીલોથી કંટાળીને તમને તક આપવાનું પણ લોકો છોડી દે. વાતને સાંભળો, સમજવાની કોશિશ કરો અને પછી એ જ રીતે શરૂ કરવાનો પ્રયાસ પણ કરો. બીજા નંબરની એડવાઇસ આપી છે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે. લક્ષ્મી મિત્તલે કહ્યું છે, ‘ડોન્ટ બી અ શીપ.’

કોઇ કરે છે એટલે તમે પણ કરો છો કે કરવા માંગો છો અને પછી ઘેટાના ગાડરીયા પ્રવાહમાં જોડાઇ જવાની ખ્વાહિશ રાખો છો એ યોગ્ય નથી. તમારામાં જે ક્ષમતા છે એ ક્ષમતાને ગુણવત્તામાં બદલીને એ જ કરો જે તમે કરવા માંગો છો કે પછી તમે કરી શકો એમ છો. મોટાભાગના યંગસ્ટર્સ આ વાત બહુ મોડેથી સમજે છે અને એ જ્યારે સમજે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. કોઇને એક ક્ષેત્રમાં સકસેસ મળે એટલે એ જ ક્ષેત્રમાં આગળ વધવા માંડવું એ નરી મુર્ખામી છે. તમે તમારા રસ્તે ચાલશો તો ચોક્કસ તમને સકસેસ મળશે, બને કે એ માત્રામાં ફ્રક હોય પણ સકસેસ મળશે એ નક્કી છે. ત્રીજી અને મહત્વની ટીપ મળે છે વર્લ્ડના ગ્રેટ સાયન્ટિસ્ટ સ્ટિફ્ન હોકિંન્સ પાસેથી. હોકિન્સે કહ્યું છે, ‘ઇટસ અ લાસ્ટ ડે.’

ફ્લિોસોફ્કિલ લાગે એવી હોકિન્સની આ વાતને યંગસ્ટર્સે એટલા માટે સમજી લેવી જોઇએ કે જેથી તેમને સમયની મહત્વતા સમજાય. સમય હાથમાંથી સરકી રહ્યો છે અને એટલું જ મહત્વનું એ પણ છે કે હરિફઇ ગળાકાપ અને નાકવાઢ સ્તર પર પહોંચી ગઇ છે. જો આગળ વધવું હોય તો યાદ રાખવાનું છે કે સમયનો સૌથી વધારે સારો ઉપયોગ કરો અને એ કરવો જ પડશે. જો ટોચ પર પહોંચવું હોય તો.

ટોચ પર પહોંચવા માટેની ચોથી જે સલાહ છે એ સલાહ સ્ટીવ જોબ્સે બહુ સમય પહેલાં આપી હતી, એ સલાહનો અમલ તેણે પોતે પોતાની લાઇફ્માં કર્યો અને એ કર્યા પછી જ આજનું આ એપલ ઇન્ફેટેકનું સામ્રાજ્ય ઊભું થયું. સ્ટીવ જોબ્સે કહ્યું હતું: ‘ડોન્ટ પાસ જજમેન્ટ.’

કોણ છે, શું છે, કેવું છે અને ક્યાંથી છે એ બધા સાથે તમારે કંઇ નિસબત નથી, તમારે જસ્ટીસ ચૌધરી બનવાની જરૂર નથી. તમે તમારા કામ પર ધ્યાન આપો, તમારી જવાબદારીઓ પર ધ્યાન આપો. જો કામ કરવું હોય, આગળ આવવું હોય તો અને તો જ. બાકી તમે ચાની કિટલી પર બેસીને કુથલીઓ કર્યા કરો અને તમારી સાથે રહેલાં સૌને આગળ વધતા જોયા કરો અને પછી જીવ બળતરા કર્યા કરો. જો જીવ બળતરા ન કરવી હોય તો શું કરવું. ફ્લ્મિ ડિરેક્ટર સ્ટિવન સ્પિલબર્ગે કહ્યું છે એ કરવાનું. સ્ટિવન સ્પિલબર્ગે કહ્યું છે, ‘મન પડે ત્યાંથી અને ત્યારે પ્રેરણાઓ લેવાનું બંધ કરીને કાયમ માટે અડિખમ રહે એવી આઇડિયોલોજી સાથે આગળ વધો.  શરૂઆત અઘરી લાગશે, પરંતુ અંત મધુર હશે.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જીવનમાં આ પાંચ વાત ક્યારેય ભૂલવી નહીં appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/life-this-five-talk-when/
via Best Gujarati News

0 Comments