ફાઇનલ બાદ મહેન્દ્રસિંહ ધોની હળવા મૂડમાં, કહ્યું- ‘અમે એકબીજાને ટ્રોફી આપી રહ્યા છીએ’
। હૈદરાબાદ ।
આઇપીએલ ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે રસાકસી બાદ એક રનથી પરાસ્ત થયેલી ચેન્નઇ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ હળવા મૂડમાં જણાવ્યું હતું કે આ મજેદાર રમત છે જેમાં બે ટીમો એકબીજાને ટ્રોફી આપતી રહે છે.
ફાઇનલમાં અમે વધારે સારો દેખાવ કરી શક્યા હોત. બંને ટીમોએ ભૂલો કરી છે પરંતુ વિજયી ટીમે એક ભૂલ ઓછી કરી હતી. આઠ ફાઇનલમાં ચેન્નઇને સ્થાન અપાવનાર ધોની ટીમના પ્રદર્શનથી સંતુષ્ટ નથી.
ધોનીએ જણાવ્યું હતું કે સિઝન અમારા માટે શાનદાર રહી હતી પરંતુ અમારે ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા કરવાની જરૂર છે. મધ્યમ હરોળની નિષ્ફળતા હોવા છતાં અમે ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
અમારા બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોલર્સે અમને સતત ટ્રોફીની હોડમાં રાખ્યા હતા. બેટિંગમાં કોઇ એક બેટ્સમેન સારો દેખાવ કરતો હતો અને અમે મેચ જીતતા હતા. આગામી વર્ષ વધારે સારો દેખાવ કરવા માટે અમારે રમતના ઘણા પાસામાં મહેનત કરવાની જરૂર છે. હવે અમે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી રહ્યા છીએ.
અત્યારે આગામી વર્ષ માટે કશું કહેવું વધારે જલદી કહેવાશે. અત્યારે તો વર્લ્ડ કપને અમે પ્રાથમિકતા આપી રહ્યા છીએ. ત્યારબાદ અમે ચેન્નઇ સુપર કિંગ્સ અંગે ચર્ચા કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફાઇનલ બાદ મહેન્દ્રસિંહ ધોની હળવા મૂડમાં, કહ્યું- ‘અમે એકબીજાને ટ્રોફી આપી રહ્યા છીએ’ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/dhoni-joked-after-the-finals-were-putting-another-trophy/
via Best Gujarati News
0 Comments