આઈપીએલની 12મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેમ્પિયન બની છે. આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ ખાતે રમાનારા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમના 15 સભ્યો પણ રમ્યા હતા. જોકે અંતિમ પ્લે ઓફમાં કેદાર જાધવ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો હતો. 2019ની સીઝનમાં કુલ 19,416 રન બન્યા હતા. તેમાંથી ભારતીય ટીમના ખેલાડીઓએ 3597 રન બનાવ્યા છે. આ સિઝનના કુલ રનના 19% જેટલા રન છે. ટુર્નામેન્ટમાં કુલ 682 વિકેટ પડી હતી જેમાંથી ભારતીય ટીમના બોલર્સે 103 વિકેટ પોતાના નામે કરી છે. જે કુલ વિકેટોની સંખ્યાના 15% જેટલી થાય છે.

ભારતીય ટીમના છ બેટ્સમેનોના 400 પ્લસ રન નોંધાયા
ટુર્નામેન્ટમાં વર્લ્ડ કપ ટીમમાં સામેલ છમાંથી પાંચ બેટ્સમેનો તથા એક ઓલરાઉન્ડરે 400 કરતાં વધારે રન બનાવ્યા હતા. તેમાંથી લોકેશ રાહુલે સર્વાધિક 593 રન બનાવ્યા છે. 400 પ્લસ સ્કોર નોંધાવનાર ખેલાડીઓમાં વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડયાનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ ખેલાડી ટોપ-10માં રહ્યા છે. દિનેશ કાર્તિકે જ 300 કરતાં ઓછા 253 રન બનાવ્યા છે. જોકે તે મોટા ભાગની મેચોમાં લોઅર ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો હતો. તેની સરેરાશ 31.62ની રહી હતી. આ રીતે ઇંગ્લેન્ડ ખાતેના વર્લ્ડ કપ માટે જનારી ભારતીય ટીમના મોટા ભાગના બેટ્સમેનો આઈપીએલ દરમિયાન ફોર્મમાં રહ્યા છે.

મુંબઈ માટે હાર્દિક પંડયા મેચ વિનર બન્યો
આઈપીએલ પહેલાં વિવાદો સાથે સંકળાયેલો ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાં મેચ વિનર સાબિત થયો હતો. ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ (મહિલા પ્રત્યે કરેલી કોમેન્ટના સંદર્ભમાં) થયો ત્યારે વર્લ્ડ કપમાં રમવા અંગે પ્રશ્નાર્થ થયા હતા. આઈપીએલની આ સિઝનમાં તેણે 15 મેચમાં 402 રન બનાવ્યા છે અને બોલિંગમાં 14 વિકેટ પણ હાંસલ કરી હતી. આ દરિમયાન તેની સરેરાશ 44.66ની તથા સ્ટ્રાઇક રેટ 193 રનનો રહ્યો હતો.

વિજય શંકરે નિરાશ કર્યા, એક અડધી સદી પણ નોંધાવી નહીં
વર્લ્ડ કપ માટેની ટીમના ચોથા ક્રમ માટે પસંદ કરાયેલા વિજય શંકરે નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. તેને હૈદરાબાદની ટીમમાં ત્રીજા કે ચોથા ક્રમે બેટિંગમાં ઉતારવામાં આવ્યો હતો પરંતુ તે એક અડધી સદી પણ નોંધાવી શક્યો નહોતો. તેનો શ્રેષ્ઠ સ્કોર 40 રનનો રહ્યો હતો. સિઝનની 15 મેચમાં શંકરે 20.33ની એવરેજથી 244 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ તે એક જ વિકેટ ઝડપી શક્યો હતો.

પાંચમાંથી ચાર બોલર્સ ફોર્મમાં, કુલદીપની 10 કરતાં ઓછી વિકેટ
વર્લ્ડ કપ ટીમમાં પસંદ થયેલા તથા આઈપીએલમાં રમેલા ભારતીય ટીમના પાંચમાંથી ચાર બોલર્સે 10થી વધારે વિકેટ પોતાના નામે કરી છે. તેમાંથી મોહમ્મદ શમી તથા જસપ્રીત બુમરાહે સર્વાધિક 19-19 વિકેટ હાંસલ કરી હતી. યુજવેન્દ્ર ચહલે 18 વિકેટ તથા પેસ બોલર ભુવનેશ્વરે 13 વિકેટ ખેરવી હતી. સૌથી વધારે નિરાશ સ્પિનર કુલદીપ યાદવે કર્યા છે. તે નવ મેચમાં માત્ર ચાર વિકેટ ઝડપી શક્યો હતો. તેના નીચલા સ્તરના પ્રદર્શનથી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે તેને પાંચ મેચમાં ટીમની બહાર રાખ્યો હતો.

આ Video પણ જુઓ: સુરતના સવાણી રોડ પર હોસ્પિટલમાં રિયાલિટી ચેક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ ટીમના 12 ખેલાડીઓ ફોર્મમાં, IPLમાં ઓલરાઉન્ડર તરીકે આ ક્રિકેટરનું પ્રદર્શન નિરાશાજનક appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/analysis-of-the-performance-of-15-world-cup-players-in-ipl-2019/
via Best Gujarati News

0 Comments