એજ્યુકેશન :- દિવ્યેશ વેકરિયા

શિક્ષણ એ કોઈપણ દેશની સૌથી મોટી તાકાત છે. વિદ્યાના માધ્યમથી અસંભવ કાર્યને પણ સંભવ કરી શકાય છે અને વિદ્યાના બીજ રોપનારા શિક્ષકો છે. શાળાને વિદ્યા મંદિર બનાવનારા અને વિદ્યાર્થીઓના જીવન બદલી નાખનારા શિક્ષકોનું સન્માન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. જો આપ શિક્ષક છો અને વિદ્યાની સુવાસને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે તો આપ આ સન્માન મેળવવાને હકદાર છો.

ભણાવવું એ શિક્ષકની રોજિંદી પ્રક્રિયા છે પણ વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરીને જીવન ધોરણ બદલનારા શિક્ષકો માટે આ શ્રેષ્ઠ તક છે. નિયમોને આધિન અરજી કરીને આપ પણ બની શકો છો શ્રેષ્ઠ ભારતના શ્રેષ્ઠ શિક્ષક.

આ એવોર્ડ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રીસોર્સ ડેવલપમેન્ટ દ્વારા આપવામાં આવે છે.

ઉદેશ્યઃ

  • દેશના શ્રેષ્ઠ શિક્ષકોને શોધીને તેમનું સન્માન કરવું.
  • જેમણે શિક્ષણના ક્ષેત્રમાં નાવિન્યસભર કાર્ય કર્યું હોય તેવા શિક્ષકોને પ્રોત્સાહન આપવું.
  • અન્ય શિક્ષકો તેમનામાંથી પ્રેરણા લઈને તેવી પદ્ધતિને અપનાવે.

મહત્વની બાબતોઃ

  • ભારતીય નાગરિકત્વ હોવું ફ્રજિયાત છે.
  • સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.
  • પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો આ અવોર્ડ માટે માન્ય ગણવામાં આવે છે.
  • જે તે શાળા સરકાર માન્ય હોવી જોઈએ.
  • નિવૃત શિક્ષકો આ એવોર્ડમાં ભાગ લઈ શકતા નથી પણ નિવૃતિનું વર્ષ કરન્ટ કેલેન્ડર યરનું હોય તો તેઓ પણ આ સ્પર્ધામાં સહભાગી બની શકે છે.
  • આ એવોર્ડમાં માત્ર શિક્ષકો જ ભાગ લઈ શકે છે. એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેટર જેવી પોસ્ટ ધરાવનારા માટે આ સ્પર્ધા નથી.
  • જે રેગ્યુલર ટીચર હશે તેમની અરજી જ માન્ય ગણવામાં આવશે. કોન્ટ્રાકટ પર અથવા શિક્ષા મિત્ર તરીકે જોડાયેલા શિક્ષકો આ સ્પર્ધામાં સહભાગી ન થઈ શકે.

પસંદગીઃ

  • પરિણામ સુધારવા માટે પહેલ કરનારા
  • નાવીન્યસભર પ્રયોગો દ્વારા શીખવવાની કળા
  • અભ્યાસક્રમ ઉપરાંતની પ્રવૃતિઓની વિશિષ્ય આયોજન કરનારા
  • અધ્યયન કરાવવા માટે સામગ્રીનો ઉપયોગ
  • સામાજિક ગતિશીલતા
  • પ્રાયોગિક પદ્ધતિ, જે વિદ્યાર્થી માટે જીવનભરનો યાદગાર અનુભવ બની રહે

રજિસ્ટ્રેશન માટેઃ

http://www.nationalawardtoteachers.com/Login.html

અરજીઃ

  • ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે.
  • પોસ્ટલ અરજી માન્ય ગણાશે નહીં.

ઓનલાઈન અરજી માટેઃ

http://www.nationalawardtoteachers.com/Short_Signup.html

  • અરજી સાથે પોર્ટોફેલિયો મોકલવાનો રહેશે.

અવોર્ડની માહિતી માટેઃ

https://bit.ly/2QiodBx

અરજી કરવાની છેલ્લી તારીખઃ

૧૫ જુન, ૨૦૧૯

સંપર્કઃ

Contact 8882142288

Email : support@nationalawardtoteachers.com

http://www.nationalawardtoteachers.com/

education.sandesh@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રેષ્ઠ ભારતના શ્રેષ્ઠ શિક્ષકઃ નેશનલ ટીચર એવોર્ડ appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/best-india-best-shaw/
via Best Gujarati News

0 Comments