લોકપ્રિય સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દયાનો રોલ કરનાર દિશા વાકાણીને પ્રેક્ષકો લાંબા સમયથી મિસ કરી રહ્યા છે. તો કેટલાક દર્શકો હવે તેને ફરી ટીવીના પડદા પર જોવા માટે ઉતાવળા થયા છે અને તેઓ ઇન્સટાગ્રામ પર દિશાને ફરી એક્ટીવ થવા માટે કહી રહ્યા છે. તો દયાના કેટલાક ફેન્સ દયા તરફથી થતા વિલંબના કારણે તેના પર ગુસ્સે પણ થઇ રહ્યા છે.

તાજેતરમાં દિશાએ તેમના ફેન્સને તેમને જે પુછવું હોય તે પુછવા માટે કહ્યું હતું પરંતુ સામે એક શરત પણ રાખી હતી કે સિરિયલ અંગે કંઇ પુછવાનું નહીં. છતાં એક ફેન્સે તેમને આ અંગેનો પ્રશ્ન પુછ્યો અને કહ્યું કે, “તમારી અંદર આટલો ઇગો હશે એવું લાગતું નહોંતુ. તમારા ફેન્સ તમને બોલાવી બોલાવીને થાકી ગયા છતાં કેમ નથી આવી રહ્યા ?” જવાબમાં દિશાએ કહ્યું કે, “મહેરબાની કરીને મને સ્પેસ આપો”.

અન્ય એક ફેન્સે તેમને પુછ્યું કે, “તમે અન્ય કોઇ સિરીયલનું શુટીંગ નથી કરી રહ્યા છો તો શું કરી રહ્યા છો ?” જવાબમાં દિશાએ કહ્યું હતું કે તે “મધરહુડ”માં બિઝી છે અને તે તેનો આનંદ માણી રહી છે.

નોંધનીય છે કે ઘણા લાંબા સમયથી દિશા વાકાણીની લોકપ્રિય સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં રીએન્ટ્રીને લઇને અવઢવ જોવા મળી રહી છે. વચ્ચે એક એવા પણ સમાચાર આવ્યા હતા કે હવે તે ગણતરીના દિવસોમાં ફરી ટીવીના પડદા પર જોવા મળશે. તો એવું પણ જાણવા મળ્યું હતું કે દયાના પાત્ર માટે અન્ય અભિનેત્રીઓની શોધ કરવામાં આવી રહી છે.

દિશાએ તેના ફેન્સને આપેલા જવાબને જોતા તો એવું જણાઇ રહ્યું છે કે તે હજુ પુનરાગમનના મુડમાં નથી અને સામા પક્ષે સિરિયલના નિર્માતાઓ પણ હવે લાંબો સમય રાહ જોવાના મુડમાં નથી આથી આપણને ટુંક સમયમાં ટીવીના પડદે નવા દયાબેન જોવા મળે તો પણ નવાઇ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post “તારક મહેતા કા…”ની દિશા વાકાણી પર વિફર્યા ફેન્સ, કહ્યું આટલો ઇગો હશે લાગતું નહોંતું appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/taarak-mehta-ka-ooltah-chashmah-fans-slam-disha-vakani-for-not-coming-back/
via Best Gujarati News

0 Comments