ઉર્મિલા સામે વાંધાજનક ટિપ્પણી આ શખ્સને પડી ભારે, થઈ જોયા જેવી
બોલિવૂડ એક્ટ્રેસ અને કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ઉત્તર મુંબઈની બેઠકથી ચૂંટણી લડી હતી. જોકે આ ચૂંટણીમાં ઉર્મિલાને કારમી હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ ઉર્મિલા સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ પણ થઈ. જોકે આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી જેના પછી પોલીસે 57 વર્ષના ધનંજય કુદતારકર સામે પુણેના વિશ્રામ બાગ સ્ટેશનમાં એક FIR નોંધી છે. મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધી એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે સંપૂર્ણ મામલાની તપાસ હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ધનંજય કુદતારકરે ઉર્મિલા સામે એક વાંધાજનક કોમેન્ટ કરી હતી. આ મામલે તપાસ કરી રહેલી એક ટીમના અધિકારીએ જણાવ્યું કે ધનંજય સોશિયલ મીડિયા પર ઉર્મિલા સામે વાંધાજનક પોસ્ટ કરી રહ્યો હતો. તેથી ધનંજય કુદતારકર સામે આઈપીસીની કલમ 354(A) 1(4) અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ઉર્મિલા લોકસભા ચૂંટણીમાં બીજેપીના ગોપાલ શેટ્ટી સાથે ચૂંટણી મેદાનમાં હતી. આ ચૂંટણીમાં કારમી હાર બાદ ઉર્મિલાએ ઈવીએમમાં ગોટાળો હોવાના આરોપ પણ લગાવ્યા. ઉર્મિલા પહેલા 2004માં એક્ટર ગોવિંદાએ કોંગ્રેસ તરફથી આ બેઠક પર ચૂંટણી લડી જીત હાંસલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઉર્મિલા સામે વાંધાજનક ટિપ્પણી આ શખ્સને પડી ભારે, થઈ જોયા જેવી appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/a-man-offensive-post-on-actress-urmila-matondkar/
via Best Gujarati News
0 Comments