સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ ભિષણ આગ લાગી હતી. અને આગમાં 20 જિંગદીઓ બુજાઇ હતી. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. ફાયર વિભાગ અને તંત્ર દ્વારા ટ્યૂશન ક્લાસિસ અને બિલ્ડિંગોમાં તપાસ હાથધરી હતી. અને ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસિસોને શીલ પણ માર્યા હતા. સુરતની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે.

સુરતની ઘટના બાદ બનાસકાંઠામાં તંત્ર જાગ્યું છે. બનાસકાંઠાના ધાનેરામાં 10 ગેરકાયદેસર ક્લાસિસોને નોટિસ આપવામાં આવી છે. સાથે હોટલ, બહુમાળી બિલ્ડીંગ માલિકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. અહીં તંત્રએ ફાયર સેફ્ટીના અભાવ હોવાથી તંત્રએ નોટિસ પાઠવી છે. નોટિસ પાઠવીને ન.પા.દ્વારા સીલ મારવામાં આવ્યા છે. સુરત ટ્યુશન ક્લાસમાં આગ ના પ્રત્યાઘાતના કારણે ધાનેરા નગરપાલિકા તંત્ર પણ જાગ્યું છે અને સલામતીના સાધનો વગરના 10 ગેરકાયદેસર ટ્યુશન કલાસીસ સીલ કરવામાં આવ્યા છે.


રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી વીર એકેડમીમાં દરોડા પાડીને મનપાની ટીમે ફાયર સેફ્ટી ચેક કરી હતી. રાજકોટમં 23 સ્થળો ઉપર ફાયરની ટીમેતપાસ હાથધરીને ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથધર્યું હતું.

અમદાવાદના નિકોલમાં મોતની સ્કૂલનો પર્દાફાશ થયો હતો. અહીં ચાણક્ય પ્રાથમિક સ્કૂલની બાજુમાં ગેસ સિલિન્ડરનું ગોડાઉન છે. સિલિન્ડર ભરેલા ટ્રક અને ગોડાઉન સ્કૂલના બાળકો માટે કેટલા જોખમી છે, તે તો કોઇ ઘટના થાય ત્યારે જ ખબર પડે. આ સ્કૂલોમાં પણ હજારોથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. તેમ છતાં તંત્રની આંખ હજુ પણ બંધ છે.

શું તંત્ર મોતના બનાવની ફરી રાહ જોઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં તંત્રને લઈને રોષ જોવા મળી રહ્યો છે. મોતના કલાસિસ બાદ સ્કૂલ પણ જોખમી છે. આ સ્કૂલ કેવી રીતે બની. સ્કૂલ માટે કોઈને મજૂરી આપી. LPG ગોડાઉન વર્ષોથી હતી તો કેમ સ્કૂલ બની અને બાળકોની સુરક્ષાને લઈને ‘સંદેશ ન્યૂઝે અનેક વેધક સવાલો કર્યા હતા.

વડોદરા સયાજી હોસ્પિટલમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક વાયરિંગ પણ બિમાર હાલતમાં જોવા મળ્યું હતું. અહીં એક્સરે અને સોનોગ્રાફી વિભાગ રામ ભરોસે જોવા મળ્યું હતું. સુરતની ઘટનાના પગલે શહેરનું તંત્ર એકશનમાં જોવા મળ્યું હતું.

પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 5 જેટલી ટીમો બનાવી તપાસ હાથ ધરાઇ છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બનાવવામાં આવેલી ટીમ દ્વારા પ્રથમ ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસિસની તપાસ કરી છે. તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના સાધનો ન ધરાવતા ક્લાસિસોને બંધ કરવાવ્યા છે.

જૂનાગઢમા દાદાગીરીથી ટ્યુશન ક્લાસ ચલાવતા લેભાગુઓ ફરાર થયા છે. ઠેરઠેર ચાલી રહેલા ટ્યુશન ક્લાસ સામે તંત્રએ લાલ આંખ કરી છે. એમ.જી રોડ ઉપર કોઇપણ સેફ્ટી વગર ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસો આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરતના અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું, જાણો હાલ તંત્રએ ક્યાં બોલાવ્યો સપાટો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surat-big-fire-incident-raid-on-tuition-classes-over-gujarat/
via Best Gujarati News

0 Comments