ટેલિવીઝન ક્ષેત્રે ડેબ્યુ કરશે કરીના કપૂર, ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7’માં જજ બનશે
બોલીવુડ એકટ્રેસ કરીના કપૂર ખાન ટેલિવીઝન ક્ષેત્રે ડેબ્યુ કરવા જઈ રહી છે વાતની ચર્ચાઓએ મે મહિનાથી ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો. કરીનાને નાના પડદે જોવા માટે તેના પ્રશંસકો હાલ ખુબજ આતુર છે. આપને જણાવી દઈએ કે પ્રશંસકોની આ ઇચ્છા પૂરી થવાની છે. કરીના કપૂર ટુંક સમયમાં રિયાલીટિ શોમાં જજની ભૂમિકા નિભાવવાની છે.
કરીના ઝી ટીવીના હિટ રિયાલિટી ડાન્સ શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7’માં ડાન્સરને જજ કરતી નજર આવશે. કરીના સિવાય કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ અને રૈપર રફ્તાર આ શોમાં જજ રહેશે.
ઝી ટીવીએ ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર ડાન્સ ઈન્ડિયા ડાન્સ શોનો મચઅવેટેડ પ્રોમો શેર કર્યો છે. શોના પ્રોમોમાં કરીના કપૂર યુસુફ અલ જાસ્મીનું ડિઝાઈનર આઉટફિટ પહેર્યુ છે. પ્રોમોમાં કરીનાને ગાતા અને ડાન્સ કરતા જોઈ શકશો. બોસ્કો માર્ટિસ અને રફ્તાર પણ કરીના સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે.
ઝી ટીવીએ પોતાની આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે કે “This is IT! The stage is set and the battleground is ready. The most awaited dance battle is about to begin! #DanceKaJungistaan #DIDBattleoftheChampions #DID #Superstar #Season7 #DID7 #finalists”
સૂત્રો અનુસાર ડાન્સ ઈન્ડિયા ડાન્સને લઈને કેટરીના કૈફ સાથે ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી, જો કે હવે આ શો માટે કરીના કપૂરને ફાઈનલ કરવામાં આવી છે. કરીના ડાન્સ શોને જજ કરવા માટે ખુબજ એક્સાઈટેડ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટેલિવીઝન ક્ષેત્રે ડેબ્યુ કરશે કરીના કપૂર, ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7’માં જજ બનશે appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/dance-india-dance-season-7-promo-out-featuring-kareena-kapoor-bosco-and-raftar/
via Best Gujarati News
0 Comments