દેશભરમાં ભાજપની પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીની સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા. ત્યારબાદ મોદી અને શાહ મુરલી મનોહર જોશીને મળ્યા હતા. જોશીએ પીએમ મોદીનું હસતા-હસતા સ્વાગત કર્યું અને તેમના પણ આશીર્વાદ પણ લીધા. અડવાણી સાથે મુલાકાત બાદ મોદી એ ટ્વિટર પર લખ્યું અડવાણીજીની સાથે મુલાકાત કરી. ભાજપને આટલી મોટી સફળતા એટલા માટે મળી કારણ કે અડવાણી જી જેવા મહાન નેતાઓએ પાર્ટીને ઉભી કરીને દાયકાઓ સુધી કામ કર્યું અને લોકોને વૈચારિક રીતે એક મજબૂત દ્રષ્ટિકોણ આપ્યો.

આની પહેલાં ગુરૂવારના રોજ ભાજપ અને તેમના સહયોગીઓની બમ્પર જીત પર ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પીએમ મોદી અને અમિત શાહને જીત પર શુભેચ્છા પાઠવી હતી.

અડવાણીએ કહ્યું હતું કે ભાજપની અભૂતપૂર્વ જીત માટે નરેન્દ્ર મોદીને દિલથી શુભકામનાઓ. ભાજપ ચીફ તરીકે અમિત શાહ અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પા્ટીના સંદેશને જન-જન સુધી પહોંચાડવામાં પૂરી તાકત લગાવી દીધી. અડવાણીએ દેશમાં સફળતાપૂર્વક ચૂંટણી માટે ચૂંટણી પંચના પણ વખાણ કર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અડવાણી સાથે મુલાકાત બાદ મોદી અને શાહ મુરલી મનોહર જોશીની મુલાકાત કરશે. આ સિવાય પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી શકે છે. આજે ભાજપની સંસદીય બોર્ડની બેઠક યોજાવાની છે. આ સિવાય કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પણ બોલાવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના ગુરૂવારના રોજ આવેલા પરિણામોમાં ભાજપને 303 પર જીત મળી છે જ્યારે એનડીએને 352 સીટો મળી છે. ભાજપની પ્રચંડ જીત બાદ પાર્ટી સંપૂર્ણપણે ઉત્સાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રચંડ જીત બાદ મોદી અને શાહે અડવાણીના લીધા આશીર્વાદ, મુરલી મનોહર જોશીએ હસતા-હસતા સ્વાગત કર્યું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-modi-amit-shah-visit-lk-advani-mm-joshi-after-massive-victory/
via Best Gujarati News

0 Comments