રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિનો કટાક્ષ કહ્યું- અમેઠી માટે નવી સવાર
લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા જે બેઠકની થઈ એ છે યુપીની અમેઠી. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉમેદવાર છે અને બીજેપીથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના રૂઝાનમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે સંજય ગાંધી બાદ રાહુલ ગાંધી એવા ‘ગાંધી’ બન્યા છે જેમને અમેઠીની જનતાએ નકાર્યા છે. બીજી તરફ રાહુલની હારથી સ્મૃતિ ઈરાની ઘણી ખુશ છે અને પોતાની જીત પર તેમને એક ટ્વીટ કરી કહ્યું કે અમેઠીના લોકો માટે એક નવી સવાર છે.
एक नयी सुबह अमेठी के लिए , एक नया संकल्प। धन्यवाद अमेठी
शत शत नमन । आपने विकास पर विश्वास जताया, कमल का फूल खिलाया। अमेठी का आभार #PhirEkBaarModiSarkaar #VijayiBharat
— Smriti Z Irani (@smritiirani) May 24, 2019
જીત બાદ સ્મૃતિ ઈરાનીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું કે,‘એક નવી સવાર અમેઠી માટે, એક નવો સંકલ્પ. ધન્યવાદ અમેઠી શત-શત નમન. તમે વિકાસ પર વિશ્વાસ દાખવ્યો, કમળનું ફૂલ ખીલાવ્યું. અમેઠીનો આભાર.’ જ્યારે આ પહેલા સ્મૃતિએ એક વધુ ટ્વીટ કર્યું, જેમાં લખ્યું હતું કે,‘કૌન કહેતા હૈ કે આસમાં મેં સુરાખ નહીં હો સકતા…’ આ સાથે સ્મૃતિ ઈરાનીએ તેમની જીતનો શ્રેય પાર્ટી, તેમના કામ અને કાર્યકર્તાઓને આપ્યો હતો. ઉપરાંત સ્મૃતિએ કહ્યું કે,‘હું મારી જીત કેરળ અને બંગાળમાં માર્યા ગયા બીજેપી કાર્યકર્તાઓના પરિવારને સમર્પિત કરું છું.’
कौन कहता है आसमां में सुराख नहीं हो सकता …
— Smriti Z Irani (@smritiirani) May 23, 2019
મીડિયા રિપોર્ટ મુજબ અમેઠી લોકસભા બેઠક પર ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55,120 વોટોથી હરાવ્યા છે. સ્મૃતિને અહીં કુળ 4,67,598 વોટ જ્યારે રાહુલ ગાંધીને 4,13,394 વોટ મળ્યા. ઉલ્લેખનીય છે કે અમેઠીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ગાંધી પરિવારથી રાહુલ ગાંધી આ બેઠક પરથી 2004થી સતત જીત પ્રાપ્ત કરી રહ્યા હતા. જ્યારે ગત વર્ષે પણ રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીને હરાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિનો કટાક્ષ કહ્યું- અમેઠી માટે નવી સવાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/smriti-irani-tweet-after-winning-in-loksabha-election-2019-in-amethi/
via Best Gujarati News
शत शत नमन । आपने विकास पर विश्वास जताया, कमल का फूल खिलाया। अमेठी का आभार
0 Comments