લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્યાતિભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર એકસાથે ગુજરાતમાં થોડી ક્ષણોમાં આવી પહોંચશે ત્યાં જ એક સમાચાર સામે આવી રહ્યા છે જેમા ગુજરાતમાં આ બે દિગ્ગજો જ્યારે આવશે ત્યારે કોઇ પણ પ્રકારનો દારૂગોળાનો ઉપીયોગ કરવામા નહી આવે સાથે જ ઢોલ નગારા પણ શાંત રહેશે. જીતની ઉજવણી સુરતની ઘટનાને ધ્યાનમાં રાખી ખુબ જ શાંત વાતાવરણમાં કરવામાં આવશે. આમ સાદગીભર્યો કાર્યક્રમ કરવામાં આવશે,.

આમ અમદાવાદનાં ખાનપુર ખાતે પીએમ નરેન્દ્ર મોદીની જનસભા ખુબ જ શાંત વાતાવરણમાં પાર પડશે. ગુજરાત ભાજપ દ્વારા ખાનપુરમાં માત્ર પીએમનાં અભિવાદન કાર્યક્રમની ઉજવણી કરવમાં આશે. સુરતનાં સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓનાં મોતના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે ગુજરાત ભાજપે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. અને ખુબ જ સારી રાજનીતિનું ઉદાહરણ પાર પાડ્યું છે.

મોદી- શાહનો સુરતનો કાર્યક્રમ નથી : વાઘાણી
સુરત દુર્ઘટના બાદ સુરત શહેર ભારે શોકમાં ગરકાવ છે ત્યારે વડાપ્રધાન મોદી સુરત જશે તેવા સવાલના જવાબમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોઈ કાર્યક્રમ નથી તેમ સ્પષ્ટ કર્યું હતુ.

PM સભામાં પાંચ IPS, બે હજાર પોલીસનો બંદોબસ્ત
ખાનપુર જે. પી. ચોક ખાતે PM નરેન્દ્ર મોદી સભા હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા માટે પાંચ ડીસીપી, 14 એસીપી, 23 પીઆઈ, 80 PSI, 1600 પોલીસ જવાનો તહેનાત રહેશે. ડ્રોન ઉપર પ્રતિબંધ મુકી નો ફલાય ઝોન જાહેર કરાયો છે. એરપોર્ટથી ખાનપુર અને સભાના રૂટ પર IPS સહીત બે હજાર જવાનો તહેનાત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરતની ગોઝારી ઘટના બાદ ગુજરાત ભાજપે લોકોનાં દિલ જીતી લે તેવો નિર્ણય લીધો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/after-the-death-of-children-in-surat-the-program-of-pm-modi-will-be-simplified/
via Best Gujarati News

0 Comments