સુરતનાં સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં વિદ્યાર્થીઓનાં મોતના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાર્દિક પટેલે ઘટનાનાં એક દિવસ બાદ ઘટનાસ્થળે પહોંચી પાલિકા, ફાયર વિભાગ, GEB પર આક્ષેપો કર્યા હતા. અને સુરતનાં મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી. દરમિયાન ધરણા પર બેસેલા સ્થાનિકોને મળવા જતા હાર્દિક પટેલનો લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

લોકોના વિરોધ વચ્ચે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સુરતમાં રાજનીતિ કરવા ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાર્દિક આવવાનો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ ઘટનામાં મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાંની માંગ કરવામાં આવશે. અને આ માંગ નહીં સ્વિકારવામાં આવે તો ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

જોકે સ્થાનિક લોકોએ હાર્દિકને વિદ્યાર્થીઓના મોત પર રાજતીનિ કરવા આવ્યો છે તેમ કહી તેનો ખુલ્લો વિરોધ કર્યો હતો. અને તેની સાથે ઘર્ષણ પણ થયુ હતું. આ દરમિયાન સ્થાનિકોએ હાર્દિક વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. આમ મોત પર રાજનીતિ ચમકાવા ગયેલા હાર્દિકનો વિરોધ થયો હતો. ત્યાં પોતાનો વિરોધ થતા હાર્દિકે કહ્યું કે,’હું અહીં કોઇ રાજનીતિ કરવા નથી આવ્યો. હું માનવતાને કારણે અહીં આવ્યો છું’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરતમાં બાળકોનાં મોત પર રાજનીતિ કરી ચમકવા ગયેલા હાર્દિકનો ખુલ્લો વિરોધ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/hardik-patel-opposition-to-politics-on-the-death-of-children-in-surat/
via Best Gujarati News

0 Comments