હસ્ત ભાષા

લાંબી આંગળીઓવાળી વ્યક્તિમાં સામાન્ય રીતે આ બાબતો જોવા મળે છેઃ (૧) ધીરતા. (૨) ઝીણવટ. (૩) સંપૂર્ણ ચોકસાઈ. (૪) વહેમ. (૫) સ્વાર્થ.

લાંબી આંગળીઓવાળો મનુષ્ય ધીમે ચાલે ચાલનારો અને શબ્દે શબ્દ છૂટો પાડી ધીમે ધીમે બોલનારો હોય છે. દરેક વસ્તુની તે બારીકાઈથી ચોક્સાઈ કરે છે. નાની નાની બાબતો માટે તે ખાસ કાળજી રાખનારો હોય છે. તે તેના મિત્રોનો પૂરેપૂરી ખાતરી કર્યા સિવાય વિશ્વાસ કરતો નથી. તે વહેમી હોઈ દરેક વસ્તુમાં વહેમની નજરે જુએ છે. તે લાગણીપ્રધાન હોઈને જરા જેટલી ચૂકથી તેના દિલને ભારે આઘાત થાય છે.

તેની યાદશક્તિ સારી હોય છે. તેથી સારો બુકસેલર, સારો કારકુન, સારો એકાઉન્ટન્ટ, સારો એન્જિનિયર અને ગણિતશાસ્ત્રી થઈ શકે છે.

ટૂંકી આંગળીઓના મુખ્ય ધર્મ ઉતાવળ, વિચારના ઉદ્ભવની સાથે જ તેને વીજળીક ગતિએ અમલમાં મૂક્વાની ધગશ, વસ્તુના મુખ્ય મુદ ઉપર જ મંડાણ, આર્થિક ઉન્નતિ અને ગમે તે પ્રકારે ધન પ્રાપ્તિ કરવાની વૃત્તિ, વિચાર અને આચારનું સ્વાતંત્ર્ય, ગરમ લાહ્ય જેવું, ઊકળતા ચરૂ જેવું મગજ અને કાર્ય શરૂ કર્યે તેને પૂરું કરવાની પૂરેપૂરી ધગશ અને પ્રબળ હઠ દર્શાવે છે.

ટૂંકી આંગળીવાળા માણસો અંતર પ્રેરણા અને અંતરજ્ઞાનવાળા હોય છે. તે સાચા મનુષ્યનું દિલ તાત્કાલિક પારખી લે છે.

ટૂંકી વાર્તાના લેખક તરીકે, ઈતિહાસકારક તરીકે, વેપારી તરીકે, રાજ્યના અમલદાર તરીકે, વકીલ તરીકે અને રાજનીતિજ્ઞા તરીકે તેઓ સારી નામના મેળવે છે.

હાથના તમામ વિભાગનો અભ્યાસ કરતાં અંગૂઠાનો વિભાગ સૌથી અગત્યનો છે. અંગૂઠો મનુષ્યના ચારિત્ર્યદર્શનનું ઉત્તમમાં ઉત્તમ કામ કરે છે. તે માનવચારિત્ર્યનું દેદીપ્યમાન દર્પણ છે. માનવમહેચ્છાનો મહાસાગર છે. ન્યાયશાસ્ત્રનો નવનિધિ છે, પ્રેમનો પરિવાર છે. અંગૂઠાના આવા અનુપમ સદ્ગુણોને અંગે જ આર્ય મર્હિષઓએ તેમનાં સામુદ્રિક મંતવ્યો તેને આધારે જ બાંધ્યા છે.

અંગૂઠામાં ચાર આંગળીઓનું એકસામટું બળ છે. તેથી તે ચારેય આંગળીઓની સામે થાય છે અને ઘણી વખત ચારિત્ર્યના મહાયુદ્ધમાં તેમને મહાત કરે છે. મોટો અંગૂઠો ચારિત્ર્યનું બળ બતાવે છે, પ્રબળ માનસિક શક્તિ દર્શાવે છે અને દુનિયાદારીનું ડહાપણ તથા ધન મેળવવાની ધગશ દેખાડે છે.

મોટા અંગૂઠાવાળો મનુષ્ય બળ અને મનથી કામ કરે છે. તેના મન ને તન બહુ મજબૂત હોય છે. કુદરતે આવા અંગૂઠાવાળા માણસને સત્તા ભોગવવા માટે જન્મ આપ્યો છે. મોટો અંગૂઠો જો ખરબચડો હોય તો સત્તાની સાથે થોડા યા વધતા પ્રમાણમાં જુલ્મ પણ સામેલ થાય છે. મોટા અંગૂઠાવાળો મનુષ્ય જીવનની ઉપયોગી, જરૂરિયાતવાળી અને નગદ વસ્તુઓની જ તલાશ કરે છે અને તેની મજબૂત ઈચ્છાશક્તિ તથા દૃઢ નિૃયથી દુનિયામાં વિજય મેળવે છે.

મોટો અંગૂઠોઃ  

(૧) ચારિત્ર્યબળ, (૨) ઈચ્છાશક્તિ, (૩) દૃઢ મનોબ, (૪) સત્તા, (૫) વિજય

મોટો અંગૂઠો હૃદયના ભાવ અને લાગણી બતાવે છે. સૌંદર્ય કલ્પના અને અંતઃપ્રેરણા બતાવે છે.

(ક્રમશઃ)

nakshatra@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અંગૂઠામાં ચાર આંગળીઓનું એકસામટું બળ છે appeared first on Sandesh.



from Nakshatra – Sandesh http://sandesh.com/thumbs-four-fingers/
via Best Gujarati News

0 Comments