ઝાડ-છોડ તથા તેનાં ફૂલોનું ફેંગશુઈમાં મહત્ત્વ છે. પછી ભલેને તેમનો ઉપયોગ નિર્માણ સામગ્રી માટે કરવામાં આવ્યો હોય કે પછી સજાવટ રૂપે કે પછી કલાકૃતિના રૂપે. આવું એટલા માટે કે પ્રકૃતિની સાથે તાદાત્મય રાખવું તે જ ફેંગ શુઈનો આધાર છે.

મોટું વૃક્ષ  

વૃક્ષનો ઉપયોગ પ્રતિકરૂપે કરવામાં આવે છે. તે પ્રેરણાદાયક પણ મનાય છે. લાકડા તત્વનું આ શ્રેષ્ઠ માધ્યમ છે. જો કોઈ રૂમમાં પહેેલેથી જ કાષ્ઠ રંગો છે, તો ત્યાંના તત્વ-સંતુલનમાં કોઈ મદદ નહીં કરી શકે, કારણ કે લાકડું તત્વ તો પહેલેથી જ ભારે છે. ઝાડ-છોડ કોઈ રૂમના ખૂણા તથા કોણની તીવ્રતા ઓછી કરવાનું પણ કાર્ય કરે છે.

ફળ-ફૂલ  

ફેંગ શુઈમાં ફળ-ફૂલને ચીને પ્રભાવિત કરવાના સશક્ત માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ દરેક રીતના ફૂલ ઘરના વાતાવરણને ચમક તથા પ્રસન્નતા પ્રદાન કરીને શુભ ચીનું નિર્માણ કરે છે. પરંતુ તેમાંથી મળતી ચી ત્યાં જ સુધી શુભ છે, કે જ્યાં સુધી તે તાજા અથવા ખિલેલા હોય છે. કરમાઈ ગયેલાં ફૂલ અશુભ ‘ચી’નું સર્જન કરે છે, માટે તેમને પાણીમાં રાખવા જોઈએ તથા કરમાતા પહેલા જ બદલી નાંખવા જોઈએ.

સૂકા ફૂલ અથવા પ્લાસ્ટિકના ફૂલોનો પણ ફેંગ શુઈમાં સ્વીકાર કરવામાં આવે છે, પરંતુ તે વાસ્તવિક ફૂલો જેટલા પ્રભાવશાળી નતી હોતાં. આવા ફૂલોનો એક ફાયદો એ છે કે, તેમાં પાણી બદલવાની કે કરમાઈ જવાની ચિંતા કરવી પડતી નથી.

વાંસ  

ફેંગશુઈમાં વાંસને નમ્રતા તથા યોગ્યતાના પ્રતિકની સાથે હવાની દિશા જોઈને ખેંચવા તથા નમવાવાળું માનવામાં આવે છે. બીમના ઘણા દોષના નિરાકરણ માટે ફેંગ શુઈ વાંસનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તે સિવાય તે પણ માનવામાં આવે છે કે, વાંસનો નાનો ટૂકડો ખરાબ આત્માઓને ઘરમાં પ્રવેશવા નથી દેતો.

વાંસથી બનેલી વાંસળીઓ લાલ રિબિનમાં બાંધીને લટકાવવાથી અણીદાર ખૂણાઓની ધારની અસરને ઓછી કરી શકાય છે. આ રીતે બીમના કારણે ઉત્પન્ન થતા તણાવને પણ વાંસના ઉપયોગથી ઓછો કરી શકાય છે.

ચેરી  

ફેંગશુઈના જાણકારોનું માનવુ છે કે, ઉત્સાહના પ્રતિક લાલ રંગ જેવી ચેરીનો પ્રભાવ પણ ઉત્સાહવર્ધક જ હોય છે. ચેરીને યુવાવસ્થાના ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે, ખાસ કરીને પ્રેમના મામલામાં. આના પ્રતિકને દક્ષિણમાં રાખવાથી ઘરની સ્ત્રીઓ યુવાન રહે છે તથા ઉત્તર-પૂર્વમાં રાખવાથી ઘરના યુવકોમાં કંઈક કરવાની ભાવના જાગૃત થાય છે.

ફેંગશુઈ માત્ર ચેરીને જ નહીં, પરંતુ તેના વૃક્ષને પણ ખૂબ જ પ્રભાવશાળી ગણે છે. લાંબા સમય સુધી ચેરીના ફૂલને જંતર-મંતર સાથે સંલગ્ન માનવામાં આવતા હતા.

અખરોટ  

અખરોટને ગરમ તથા સેક્સ પાવર વધારવાવાળુ માનવામાં આવે છે. પૌરુષ શકિતને વધારવાનું કામ પણ અખરોટ કરે છે. પશ્ચિમ દિશામાં રાખવાથી તેમાંથી પૌરુષ શક્તિમાં વધારો થાય છે. જો દક્ષિણ-પશ્ચિમમાં રાખેલ હોય તો વિવાહિત જોડાને ફરીવાર હનીમૂન પર જવા માટે પ્રેરિત કરે છે. પરંતુ તેના પર રંગ લગાવીને રાખવામાં આવે તો તેનો પ્રભાવ નષ્ટ થઈ જશે.

સરો (સાઈપ્રસ)  

ચીડના ઝાડ જેવું દેખાતું આ ઝાડ શિયાળામાં હર્યું-ભર્યું રહે છે. સાઈપ્રસનું આ વૃક્ષ કલેશ અને વિરોધની વચ્ચે શાંત રહેવાનું પ્રતિક છે. આના લાકડા વડે બનેલી પ્રતિકૃતિઓ લાકડા તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને મુશ્કેલીના સમયમાં એકાગ્રતા તથા શાંતિના બળનું પ્રતિક છે.

nakshatra@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કરમાઈ ગયેલાં ફૂલ અશુભ ‘ચી’નું સર્જન કરે છે appeared first on Sandesh.



from Nakshatra – Sandesh http://sandesh.com/karamaiyen-fool-ashub-chin/
via Best Gujarati News

0 Comments