સાનિયા મિર્ઝાનો પતિ હિટ વિકેટ થતા બન્યો મજાકનું પાત્ર! લોકોએ ઠેકડી ઉડાડતા કહ્યું કે…
ઈંગ્લેન્ડની સામે પાંચ વન-ડે મેચની સિરીઝના ચોથા મેચમાં પાકિસ્તાન હારી ગયું જેથી ટીમને મોટો આઘાત લાગ્યો. ત્રણ મેચોમાં 350 રન કે તેથી વધુ રન બનાવ્યાં છતાં પાકિસ્તાનની ટીમ એકપણ મેચ જીતી ન શકી. જ્યારે ચોથો મેચ ચાલતો હતો ત્યારે શોએબ મલિક અનોખી રીતે જ હિટ વિકેટ આઉટ થઈ ગયા. પહેલા તો બધાને એવું લાગ્યું કે એ બોલ્ડ આઉટ થયા છે. પરંતુ પછી રિપ્લે જોવાથી ખબર પડી કે એ હિટ વિકેટ થયો છે.
શોએબનું આ રીતે આઉટ થયું એ પાકિસ્તાનને ખોટું લાગ્યું. આ મેચ દરમિયાન પાકિસ્તાને પહેલા બેટિંગ લીધી અને 240 રન બનાવ્યાં હતા. તેમાં શોએબે 41 રન બનાવ્યાં હતા. ભલે પાકિસ્તાને 340 રન બનાવ્યાં પરંતુ જીતી ન શકી. ઈંગ્લેન્ડની ટીમમાંથી પહેલા જેનસ રોયે શાનદાર બેટિંગ કરીને 89 બોલમાં 114 રન ફટકારી દીધા. ત્યારબાદ બેન સ્ટોક્સે બાકીની કમી પૂરી કરી જીત ઈંગ્લેન્ડના નામે કરી લીધી.
Don't see this too often!
Scorecard & Videos: https://t.co/A8uZh11q6U#EngvPak pic.twitter.com/HxUAK2A5qG
— England Cricket (@englandcricket) May 17, 2019
47મી ઓવર ચાલી રહી હતી અને પાકિસ્તાનનો સ્કોર હતો 316 રન. શોએબ અને પૂરી ટીમને ખબર હતી કે જો 350થી ઓછા રન બનાવ્યા તો મોંઘુ પડી શકે છે. મલિક અને સરફરાજ ક્રીજ પર હતા. મેચનાં છેલ્લા 21 બોલ બાકી હતા. મલિકે 25 બોલમાં 41 રન બનાવી લીધા હતા.
માર્ક વૂડની ઓવર ચાલતી હતી અને ત્રીજો બોલ હતો. મલિકને આ બોલમાં પાછળ હટીને કટ શોટ રમવાની ઈચ્છા હતી. માટે મલિક પાછળ હટ્યાં અને એટલા પાછળ હટી ગયા કે બેટ સ્ટમ્પમાં મારી દીધું. પહેલા તો બધાને થયું મલિક બોલ્ડ આઉટ થયાં પણ પછી રિપ્લે જોયા બાદ જાણ થઈ કે મલિક તો હિટ વિકેટ આઉટ થયો છે.
He is playing tennis
🤣🤣
— PRAVEEN REDDY (@05munnapraveen) May 17, 2019
ઉલ્લેખનીય છે કે મલિક આ રીતે 16 વર્ષ પછી આઉટ થયાં છે. મલિક વન-ડેમાં હિટ વિકેટ થનારા આઠમાં ખેલાડી છે. મલિક સાનિયા મિર્જાનો પતી હોવાના નાતે એક ફેને તેની મજાક કરતા કહ્યું કે, શું તમે ટેનિસ રમતા હતા. પાંચ મેચોની આ સિરીઝનો છેલ્લો મેચ રવિવારે લીડ્સમાં રમાશે. પાકિસ્તાન આ મેચમાં જીતવા માટે પૂરી રીતે કમર કસીને જીતવાનો પ્રયત્ન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સાનિયા મિર્ઝાનો પતિ હિટ વિકેટ થતા બન્યો મજાકનું પાત્ર! લોકોએ ઠેકડી ઉડાડતા કહ્યું કે… appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/after-16-years-shoaib-malik-out-agianst-england-got-hit-wicket/
via Best Gujarati News
🤣🤣
0 Comments