સોલન :

લોકસભા ચૂંટણી પ્રચારનાં છેલ્લા દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પીએમને ચારે તરફથી ઘેર્યા હતા. નથુરામ ગોડસેને દેશભક્ત કહેવાનાં મામલે ભાજપ પર વિપક્ષોએ જોરદાર હુમલો કર્યો છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને આખરે ખબર પડી ગઈ છે કે ભાજપ અને આરએસએસ શું છે? તેઓ ગોડ લવર્સ નહીં પણ ગોડ-સે લવર્સ છે.  રાહુલે આક્ષેપ કર્યા કે મોદીએ પુલવામા હુમલાનાં શહીદોનો ચૂંટણી જીતવા માટે દુરૂપયોગ કર્યો.

નોટબંધી વખતે પીએમએ આખી કેબિનેટને તાળાં મારીને પૂરી દીધી હતી

રાહુલે આક્ષેપ કર્યો કે નોટબંધી વખતે પીએમ મોદીએ તેમની આખી કેબિનેટને રૂમમાં પૂરી દીધી હતી. પીએમ એ આમાં કોઈને સાથે રાખ્યા ન હતા. આરબીઆઈએ દેશની ઈકોનોમીને રસ્તો બતાવ્યો છે. ૭૦ વર્ષથી  તેઓ દેશને ચલાવી રહ્યા છે. તેમને પુછયા વિના નોટબંધી કરી  દીધી. મોદીએ તેમની કેબિનેટને નોટબંધી વખતે રેસકોર્સ  રોડમાં તાળાં મારીને બંધ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભાજપ અને સંઘ ગોડ લવર્સ નહીં પણ ગોડ- સે લવર્સ છે : રાહુલનાં ચાબખાં appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bjp-and-rss-god-lover-no/
via Best Gujarati News

0 Comments