। હૈદરાબાદ  ।

મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે આઈપીએલ ૨૦૧૯ની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી હતી અને આ મેચમાં વોટસને ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી. તે અંતિમ ઓવરમાં રનઆઉટ થયો હતો. ચેન્નઈના સિનિયર ખેલાડી હરભજને ઘટસ્ફોટ કર્યો હતો કે બેટિંગ દરમિયાન વોટસનના ઘૂંટણમાંથી લોહી વહી રહ્યું હોવા છતાં તેણે અંત સુધી હાર માની નહોતી અને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

મેચ બાદ વોટસનને ઘૂંટણમાં છ ટાંકા આવ્યા હતા. બેટિંગ દરમિયાન રનઆઉટથી બચવા માટે વોટસને ડાઇવ લગાવી હતી અને તેનો ઘૂંટણ છોલાઈ ગયો હતો. હરભજને ઇન્સ્ટાગ્રામ પર વોટસનની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે શું તમને વોટસનના ઘૂંટણ પર લોહી દેખાઈ રહ્યું છે ? મેચ બાદ તેને છ ટાંકા આવ્યા છે. તેણે કોઈને કશું પણ કહ્યા વિના બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

હરભજને જણાવ્યું હતું કે ફાઇનલમાં સમર્થકોના પૈસા વસૂલ થઈ ગયા છે પરંતુ અમારા માટે હાર્ટ બ્રેક કરનાર મેચ રહી હતી. અમે વિજયની નજીક હતા અને શું થઈ ગયું તેનો હજુ પણ ખ્યાલ આવતો નથી પરંતુ મુંબઈ ચેમ્પિયન છે તે અમારે સ્વીકારવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઘૂંટણમાંથી લોહી દદડતું હોવા છતાં વોટસને બેટિંગ ચાલુ રાખી, મેચ બાદ છ ટાંકા આવ્યા appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/knees-blood-stiff-h/
via Best Gujarati News

0 Comments