યુરોપના લોકોએ આ વખતે ચૂંટણીમાં એકજૂથતા દેખાડી છે. જબરજસ્ત મતદાન બાદ આવેલા પરિણામોમાં એક તરફ મુખ્ય પક્ષોનો જનાધાર ઘટયો છે, તો લોકલુભાવન પાર્ટીઓ અને પર્યાવરણવાદી ગ્રીન પાર્ટીઓએ પોતાનો વ્યાપ વધાર્યો છે.

મતદાન શક્તિ છે

આ વખતની યુરોપિયન સંઘની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી વાત છે- ઊંચું મતદાન. લગભગ ૪૦ કરોડ મતદાતાઓમાંથી ૫૧ ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે ગઇ વખતની ચૂંટણીથી લગભગ ૮ ટકા વધુ છે. પર્યાવરણને લઇને નીતિઓની વિરુદ્ધ પ્રદર્શન, શાળા છોડીને પ્રદર્શન કરનારા કિશોરો અને સહિયારા ચલણ યૂરોના બચાવ પર ભાર મૂકવા વચ્ચે દક્ષિણાપંથી લોકલુભાવન પાર્ટીઓએ મતદારોને પોતાની તરફેણમાં એક રાખવામાં સફળતા મેળવી છે.  યુરોપિયન સંઘની કમ્પિટિશન કમિશનર માર્ગ્રેથે વેસ્ટાગર ડેન્માર્કની ઉદારવાદી એએલડીઇ જુથની નેતા છે. તેમણે ડીડબલ્યુને જણાવ્યું હતું કે મતદાતાોએ એ જાણી લીધું છે કે દાવ પર શું લાગ્યું છે ? વેસ્ટાગર યુરોપિયન પંચના નવા કમીશ્નર બનવા માંગે છે.

તેમણે જણાવ્યું કે, મતદાન શક્તિ છે. યુરોપિયન સંસદ માટે ચૂંટણી લડી રહેલા એવા ઘણા નેતા છે, જે તેને તોડવા ઇચ્છે છે. યુરોપિયન સંસદ માટે લડી રહેલી કેટલાય પક્ષો છે, જે પોતાને રાષ્ટ્રવાદી કહે છે, પરંતુ એમ લાગે છે કે રશિયનોના હાથે વેચાવા તૈયાર છે. તો એ સંજોગોમાં કંઇક દાંવ પર લાગ્યું છે અને મને લાગે છે કે એ કારણે લોકોને પણ લાગી રહ્યું છે કે, કદાચ અમારે આ વખતે મતદાન કરવું જોઇએ. યુરોપના સોશ્યલ ડેમોક્રેટના મુખ્ય ઉમેદવાર ફ્રાન્સ ટિમરમંસનું કહેવું છે કે ઊંચા મતદાન એ લોકતંત્ર ચાલતું હોવાનો મોટો સંકેત આપ્યો છે.

દક્ષિણપંથી લોકલુભાવન પક્ષોને લાભ

બ્રસેલ્સની યુરોપિયન પોલિસી સેન્ટર સાથે જોડાયેલા રાજકીય વિશ્લેષક જાનિસ એમાનોઇલિડિસે એ તરફ ધ્યાન દોર્યું છે કે યુરોપિયન સંઘ સમર્થક પાર્ટીઓએ હજુ પણ લગભગ ૮૦ ટકા બેઠકો પર કબ્જો કર્યો છે. જાનિસ એમાનોઇલિડિસનું કહેવું છે કે એક જુથ તરીકે દક્ષિણપંથી લોકલુભાવન પક્ષ એટલા મજબુત નથી થયા, જેટલા પહેલાં ચેતવણી અપાઇ હતી. એ તો અમે પહેલાંથી જ જાણતા હતા કે તેમની પાસે બહુમત નહીં હોય, પરંતુ અમે જેટલું વિચાર્યું હતું, તે તેનાથી પણ નબળા નીકળ્યા. ઇટાલીમાં ગૃહમંત્રી માતેયો સાલ્વિનીની દક્ષિણાપંથી લીગે મોટાભાગના મત મેળવ્યા છે અને ફ્રાન્સમાં મારિન લે પેનનો પક્ષ આગળ છે. એમાનોઇલિડિયનું કહેવું છે કે માક્રોંએ પોતાના રાજકિય કદનો ઉપયોગ લે પેન અને તેમના પક્ષને રોકવા માટે કર્યો છે, પરંતુ તેઓ એમ કરવામાં સફળ રહ્યા નથી. યુરોપિયન સંઘના ૨૮ સભ્ય દેશોમાં મોટાભાગના વિસ્તારમાં પારંપરિક રીતે મોટી અને મધ્યમમાર્ગી રાજનીતિ કરતા પક્ષો સંઘર્ષ કરી રહી છે. જ્યારે ઉદાર, પર્યાવરણવાદી અને દક્ષિણપંથી પક્ષોની શક્તિ વધી રહી છે. એમાનોઇલિડિસ તેને વધતા જતા વિઘટન તરીકે જુએ છે. તેમણે કહ્યું કે, અમે જોઇ રહ્યા છીએ કે મોટા પક્ષોની જમીન ખસી રહી ચે અને બહુમત મેળવવા માટે વધુ વ્યાપક ગઠબંધનની જરુરત હશે. ભવિષ્યમાં મધ્યમમાર્ગી અને મોટા પક્ષોના ઉદારવાદી અને ગ્રીન પાર્ટીઓની સાથે મળીને કામ કરવાનું રહેશે.

જાબેરીઓ, સોશિયલ ડેમોક્રેટ, ગ્રીન અને ઉદારવાદી પક્ષ એટલે કે મધ્યમ ડાબેરીઓના મળવાથી બહુમત મળશે નહીં. મધ્ય દક્ષિણપંથી બહુમત પણ શક્ય નથી કેમકે પારંપરિક રીતે રૂઢીવાદી રાષ્ટ્રવાદીઓ અને દક્ષિણ પંથી લોકલુભાવન પક્ષોની સાથે નહીં જાય.

ભારત માટે હવે શું ?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે ઘણા વર્ષોથી સુમેળભર્યા સંબંધો છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ પણ આ સંબંધો યથાવત્ રહેવાની ગણતરી છે. ખાસ કરીને વૈશ્વિક સ્તરે જ્યારે ભારતનું મહત્ત્વ વધી રહ્યું છે અને એશિયમાં ચીન બાદ હવે તેનો દબદબો વધી રહ્યો છે ત્યારે યુરોપિયન યુનિયનના દેશો ભારત સાથે વધારેમાં વધારે જોડાણ કરવાની દિશામાં વિચારણા કરશે. તેનાથી ભારતને તો ફાયદો થવાનો જ છે પણ સાથે સાથે ચીનની આડોડાઈનો સીધો વિરોધ કરવા માટે યુરોપીયન યુનિયન માટે ભારત જેવો સક્ષમ દેશ હશે અને તેના થકી એશિયામાં આ દેશો પોતાનું વર્ચસ્વ વધારી શકશે.

બાકીના યુરોપમાં પરિણામ કેવા રહ્યા ?

વેસ્ટાગરનું કહેવું છે કે હવે મામલો જટીલ થઇ ગયો છે કેમકે પર્યાપ્ત બહુમત માટે કોઇ પણ એકબીજાની વગર ટકી શકશે નહીં. તો આગામી દિવસોમાં એ ઘણું જ દિલચસ્પ રહેશે કે કોણ કોની સાથે વાત કરે છે અને કયા પ્રકારનું ગઠબંધન રચે છે. યુરોપિયન સંઘના બ્રિટન માટે આ વખતે ખાસ રીતે અસામાન્ય રહ્યા છે કેમકે તેણે સંઘથી બગાર જવાનો નિર્ણય કર્યો, પરંતુ હજુ તે અલગ થયું નથી. યુરોપિયન સંઘની તરફદારી કરનારા નિગેલ ફરાજની પાર્ટી અપેક્ષા મુજબ વિજેતા રહી છે. તેને ૩૧.૫ ટકા મત મળ્યા છે. સત્તાધારી કન્ઝરવેટિવ પાર્ટીને નુકસાન ભોગવવું પડયું છે. કન્ઝરવેટિવ પાર્ટીના પ્રધાનમંત્રી ટેરિસા મે રાજીનામાની જાહેરાત કરી ચૂક્યા છે.  ગ્રીસમાં વામપંથી લોકલુભાવન પાર્ટીને કન્ઝરવેટિવ વિપક્ષની સામે હાર વેઠવી પડી છે. એ સંજોગોમાં દેશમાં નવી ચૂંટણી કરાવી શકાય છે. ઓસ્ટ્રીયામાં કન્ઝરિવેટિવ ચાન્સેલરની પીપલ્સ પાર્ટીએ મજબુત સરસાઇ મેળવી છે. દક્ષિણપંથી લોકલુભાવન ફ્રીડમ પાર્ટીએ પણ થોડી ઘણી સરસાઇ મેળવી છે. આ દરમિયાન જર્મનીમાં વ્યંગકાર ર્માિટન સોનેબોર્ન પોતાના પક્ષની ચૂંટણી સફળતાની ઉજવણી કરી રહ્યા છે. યુરોપિયન સંસદમાં તેમની પાસે બે બેઠકો છે, જો કે કોઇ નીતિ નથી.

ગ્રીન પાર્ટી અને ઉદારવાદીઓનો વિજય

ઉદારવાદી અને ગ્રીન પાર્ટીઓએ યુરોપિયન સંસદમાં મહત્વની સરસાઇ મેળવી છે. જર્મન ગ્રીને લગભગ ૨૦ ટકા મત મેળવી સોશ્યલ ડેમોક્રેટને પાછળ રાખી દઇ બીજા ક્રમે બિરાજમાન થયું છે. પહેલા નંબરે એન્જેલા મર્કેલની પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને તેની બાવેરિયાઇ સહયોગી ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન છે. રાષ્ટ્રીય સ્તરે ગ્રીન પાર્ટીનું આ સૌથી સારો દેખાવ છે.

જર્મન રાજનેતા ઉડો બુલમાન યુરોપિયન સંસદમાં સોશિયાલિસ્ટ ગ્રૂપના પ્રમુખ છે. રવિવારે થયેલા મતદાન બાદ ઘણી નિરાશ લાગતા બુલમાને ડીડબ્લ્યૂને કહ્યું કે તેમના પક્ષે જળવાયુ પરિવર્તનના મુદ્દાનું નબળું આકલન કર્યું હતું. તેમનું કહેવું છે કે આ મુદ્દે પક્ષે સુધારો કરવો પડશે. બર્લિનમાં સીડીયુ નેતા આનેગ્રેટ ક્રામ્પ કારેનબાવરે પર્યાવરણના મુદ્દા પર ઘટ રહી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. જો કે તેઓ એ વાતથી સંતુષ્ટ છે કે મધ્ય દક્ષિણપંથી રૂઢીવાદી પાર્ટી સીડીયુ મતોના નુકશાનની વાત પણ યુરોપિયન સંસદમાં જર્મનીની સૌથી મોટી અને શક્તિશાળી પાર્ટી રહેશે. યુરોપિયન સંઘની રૂઢીવાદી યુરોપિયન પીપલ્સ પાર્ટી (ઇપીપી )માં સીડીયુ પણ સામેલ છે. ઇપીપીના માનફ્રેડ વેબર યુરોપિયન સંઘના અધ્યક્ષ પદ પર પણ દાવેદારી કરી રહ્યા છે. માનફ્રેડ વેબરે બ્રસેલ્સમાં કહ્યું કેસ અમે મોટો વિજય મેળવ્યો નથી, પરંતુ અમે સૌથી શક્તિશાળી જુથ છે. વેબરે યુરોપિયન સંઘનું સમર્થન કરનારી પાર્ટીઓ પાસેથી સહયોગની અપીલ કરી છે અને તેમાં ખાસ તો ગ્રીન પાર્ટીનું નામ લીધું છે. વેબરે કહ્યું કે, ગ્રીન પણ આજની વિજેતા છે અને તે કારણે તેઓ એક સંભાવિત સહયોગી છે. અમે સાથે બેસીને આવતા પાંચ વર્ષ માટે શાસનકાળના સ્વરૂપને નક્કી કરવું જોઇએ.

રૂઢિવાદીઓનો પક્ષ હજુ પણ મોટો

શરૂઆતના પરિણામો દર્શાવે છે કે વેબરની ઇપીપીએ યુરોપિયન સંસદની ૧૭૯ બેઠકો પર વિજય મેળવ્યો છે. ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીની સરખામણીએ આ ઘણી ઓછી છે, ત્યારે આ જુથને ૨૧૬ બેઠકો મળી હતી. સોશ્યાલિસ્ટ, ડેમોક્રેટસની પણ બેઠકો ઓછી થઇ છે અને તેમના હિસ્સે ૧૫૦ બેઠક આવશે. યુરોપના ઉદારવાદી અને ડેમોક્રેટ્સનું મધ્યમમાર્ગી ગઠબંધન અને તેમના સહયોગી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોંનો પક્ષ એન માર્શને ૧૦૭ બેઠકો મળશે, જે પાંચ વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં મળેલી ૬૯ બેઠકો કરતાં ક્યાંય વધુ છે. ગ્રીન પાર્ટીઓના જુથને પણ ૫૨થી ૭૦ બેઠકો મળે એવું અનુમાન છે. લોકલુભાવન અને રાષ્ટ્રવાદી પક્ષોએ યુરોપિયન સંઘના ઇટાલી અને ફ્રાંસ જેવા દેશોમાં આશા કરતાં ઓછી સફળતા મળી છે. કુલ મળીને તેમને ૧૫૦ બેઠકો મળશે. પરંતુ એ ત્રણ અલગ અળગ જુથોમાં વહેંચાયેલી છે. જર્મન રાષ્ટ્રવાદી પાર્ટી અલ્ટરનેટિવ ફોર ડોયચલેન્ડે એટલું સારો દેખાવ કર્યો નથી, જેટલો વિચારાયો હતો. જો કે સેક્સની અને બ્રૈંડનબુર્ગમાં તેમણે રુઢીવાદી સીડીયુને બીજા નંબરે ધકેલી દીધું છે.

યુરોપિયન સંસદ ચૂંટણી કોની જીત કોની હાર ?

જર્મની

એન્જેલા મર્કેલની સીડીયુ અને તેમની સહયોગી પાર્ટી સીએસયુને ૨૮ ટકા મત સાથે વિજય તો મેળવ્યો, પરંતુ ૨૦૧૪ની સરખામણીએ પક્ષનો દેખાવ ઘણો નબળો રહ્યો. જ્યારે ગ્રીન પાર્ટીએ ૧૧ અંકોની છલાંગ મારી છે અને ૨૦.૭ ટકા મતની સાથે બીજા નબંરે રહી છે. ઇયુનો વિરોધ કરનારી દક્ષિણપંથી પાર્ટી એએફડીને ૧૦.૬ ટકા મત મળ્યા. ૨૦૧૭માં જર્મનીમાં થયેલી સામાન્ય ચૂંટણીની સરખામણીમાં એએફડીમાં લોકોનો વિશ્વાસ ઘટયો છે.

ફ્રાન્સ

યુરોપિયન સંસદમાંજર્મની બાદ સૌથી વધુ બેઠક ફ્રાંસની પાસે છે. અહીં જર્મનીથી વિપરીત દક્ષિણાપંથીઓએ વિજય મેળવ્યો છે. મારીન લે પેનની નેશનલ રેલી પાર્ટી ૨૩.૫ ટકા મતોની સાથે પહેલા નંબર રહી. ૨૦૧૪ના યુરોપિયન ચૂંટણીની સરખામણીએ એ ઓછી છે, પરંતુ ઘણો તફાવત નથી. ઉદારવાદી એન માર્ચ પાર્ટી પણ ખાસ પાછળ નથી. ૨૨.૫ ટકાની સાથે તે બીજા નંબરે રહી. તો ગ્રીન પાર્ટીને ઘણું નુકસાન થયું છે.

બ્રિટન

જો કે બ્રિટને આ વર્ષે ઓક્ટોબર સુધી ઇયુથી અલગ થવાનું છે, પરંતુ યુરોપિયન સંસદની ચૂંટણીમાં તેણે પણ ભાગ લીધો અને નિજેલ ફરાજ ની બ્રેક્ઝિટ પાર્ટીને ૩૧.૭ ટકા મત મળ્યા. તેનો અર્થ એ થયો કે સંસદમાં બ્રેક્ઝિટનું સમર્થન કરનારા યુરોપિયન સંસદ તો પહોંચશે, પણ જેવું બ્રિટન ઇયુથી અલગ થશે, તેણે સંસદ છોડવી પડશે.

હંગેરી

વિક્ટર ઓરબાનની ફિદેશ પાર્ટીએ સંસદની ૨૧માંથી ૧૩ બેઠકો જીતી લીધી છે. ચૂંટણીના થોડા સમય પહેલાં જ કન્ઝરવેટિવ એલાયન્સનો સાથ છોડનારા ઓરબાને કહ્યું કે તેમનો પક્ષ દરેક એ વ્યક્તિની સાથે મળીને કામ કરશે, જે યુરોપમાં શરણાર્થીઓને આવતા રોકવા માટે કામ કરશે. જો કે ઓરબાને આ અંગે કોઇ ટિપ્પણી કરી નથી કે તેમનો પક્ષ દક્ષિણાપંથી ઇએનએફ પક્ષમાં સામેલ થશે.

ઇટાલી

ગૃહ મંત્રી માતેઓ સાલવિનીના દક્ષિણપંથી પક્ષને ૩૩.૬ ટકા મત મળ્યા. ૨૦૧૮માં દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષને માંડ ૧૭ ટકા મત જ મળ્યા હતા. પક્ષ શરણાર્થીઓને લેવાની વિરુદ્ધ બોલતો રહ્યો છે. પરિણામ દેશમાં શરણાર્થીઓ પ્રતિ ઘટતકી અસ્વીકૃતિને દર્શાવે છે.

સ્પેન

અહીં લોકોએ પોતાની સરકારમાં ભરોંસો દેખાડયો છે. સત્તારૂઢ સોશિયાલિસ્ટ પાર્ટીને ૩૩ ટકા મત મળ્યા. તે સાથે જ સ્પેનિશ સોશ્યાલિસ્ટ વર્ક્સ પાર્ટી પીએસઓઇ યુરોપિયન સંસદમાં સૌથી મજબૂત સોશિયાલિસ્ટ ડેમોક્રેટિક પક્ષ બની ગયો છે. ઉગ્ર દક્ષિણપંથી ફોક્સ પાર્ટીને માત્ર ૬.૨ ટકા મત મળ્યા.

નેધરલેન્ડ્સ

અહીં પરિણામ લગભગ સરખા વહેંચાયેલા છે. ફ્રાન્સ ટિમરમનના સેન્ટર લેફ્ટ સોશિયાલિસ્ટ એન્ડ ડેમોક્રેટ્સ દળ એસએન્ડડીને ૧૯ ટકા મત મળ્યા, તો બે દક્ષિણાપંથી પક્ષોને ૧૫ ટકા, ટિમરમને યુરોપિયન સંસદની પ્રગતિશીલ પક્ષો એટલે કે લિબરલ, ગ્રીન અને સોશિયાલિસ્ટ પક્ષોની સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post યુરોપિયન સંઘમાં દક્ષિણ પંથી અને ગ્રીન પાર્ટીની બોલબાલા appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/european-union-south-west/
via Best Gujarati News

0 Comments