પૈસા ઉપાડવા હોય અથવા તો જમા કરાવવા હોય તો બેંકમાં જઈને ટ્રાન્જેક્શન કરવા જવું પડતું એવો પણ એક જમાનો હતો. પરંતુ આજે કોઈના ખાતામાં પૈસા નાખવા, બીલ ભરવું, મોબાઈલ રીચાર્જ કરાવવું વગેરે તમે મોબાઈલ બેંકિંગ દ્વારા કરી શકો છો તેમ છતાં પણ આજે હજુ મોટા ટ્રાન્જેક્શન કરવાના હોય તો તે આપણે ચેક દ્વારા જ કરવા જવા પડે છે. ચેક ભરતી વખતે તમે નામ, ચેકની રકમ વગેરે જેવી વગતો ખુબ જ ધ્યાન પૂર્વક ભરતા હશો પરંતુ આપણા ચેકમાં નીચે 23 ડીજીટનો નંબર લખેલો હોય છે જે આપણે જોઈએ છીએ પરંતુ ધ્યાનમાં લેતા નથી.

ચેક પર લખાયેલી દરેક માહિતી કોઈને કોઈ રીતે ઉપયોગી હોય છે તો જ તેને લખવામાં આવે. જો તમને ખબર ન હોઈ તો જણાવી દઈએ કે ચેકમાં નીચે લખેલા 23 ડીજીટનો નંબર ખુબ જ મહત્વનો હોય છે. આ નંબરમાં 23 ડીજીટ હોય છે જે ચાર ભાગમાં વહેંચાયેલા હોય છે અને દરેક ભાગમાં વહેંચાયેલ દરેક નંબરનું પોતાનું અલગ મહત્વ હોય છે. આ નંબરમાં શરૂઆતના 6 ડીજીટ તમારા ચેકનો નંબર કહેવાય છે. જે રેકોર્ડ માટે સૌથી પહેલા ધ્યાનમાં લેવાય છે. ત્યારબાદના નવ ડીજીટ MICR કોડ હોય છે તેનો મતલબ છે મેગ્નેટિક ઇન્ક કરેક્ટર રેક્ગ્નેસન. હકીકતમાં આ લાઈન નંબરથી ખબર પડે છે કે આ ચેક કંઈ બેંકમાંથી ઇસ્યુ કરાવવામાં આવ્યો હોય છે.

આ MICR કોડ પણ ત્રણ ભાગમાં વહેંચાયેલો હોય છે તેમાં પહેલા ત્રણ ડીજીટ આપણા શહેરનો પીનકોડ હોય છે જેથી ખબર પડે છે કે આ ચેક ક્યાં શહેરનો છે. તેમજ બીજા ત્રણ ડીજીટ બેંકનો કોડ હોય છે. કારણ કે દરેક બેંકને અલગ અલગ કોડ હોય છે તેથી આ ત્રણ ડીજીટથી ખબર પડે છે કે આ ચેક કંઈ બેંકનો છે. અને ત્રીજા ત્રણ ડીજીટ બેંકની બ્રાંચનો કોડ હોય છે. દરેક બેંકની બ્રાન્ચનો અલગ અલગ કોડ હોય છે. તેથી MICR ના ત્રણેય ભાગ દર્શાવે કે કંઈ બેંક નો ચેક છે, કંઈ બ્રાંચનો છે તેમજ ક્યાં શહેરની બેંકનો છે વગેરે. ચેક રેટિંગ મશીન MICR કોડ ઓળખીને બેંકનો ચેક અને બેંકની વિગતો જણાવી દે છે. MICR કોડ પછીના 6 ડીજીટ અકાઉન્ટ નંબર હોય છે.

આ 23 ડીજીટમાંથી સૌથી છેલ્લા બે ડીજીટ ટ્રાન્જેક્શન આઈડી હોય છે. જેમાં 29, 30, 31 આ નંબર એક અલગ વિશિષ્ટ ચેક દર્શાવે છે જ્યારે 9, 10 અને 11 એક લોકલ ચેકને દર્શાવે છે. જેમાં વિશિષ્ટ ચેકની ખાસિયત એ છે કે તે આખા દેશમાં સંબંધિત બ્રાંચમાં ક્યાંય પણ સ્વીકાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બેંક છેતરપિંડીથી બચવું હોય તો ધ્યાનથી જુઓ આ આંકડા, નહિંતર થઈ જશો ઠનઠન ગોપાલ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/know-value-of-bank-cheque-23-digits-number/
via Best Gujarati News