જાપાનમાં કંપાવનારી ઘટના, યુવકે ધોળાદિવસે ધડાધડ ચપ્પાથી કર્યા હુમલા
જાપાનમાં આજે સવારે એક વ્યક્તિ એ અંદાજે 20 લોકો પર ચાકુથી તાબડતોડ હુમલા કરી દીધા. હુમલાખોરોએ મંગળવારના રોજ સવારે આ ઘટનાને જાપાનના શહેર કાવાસાકીમાં આવેલ એક પાર્કની બહાર અંજામ આપ્યો. મળતી માહિતી પ્રમાણે ટોકયોના દક્ષિણી ભાગમાં વસેલા કાવાસાકી શહેરમાં આ ઘટના ઘટી છે.
ટોક્યોના અધિકારીઓના મતે આ હુમલાની પાછળનું કારણ શું છે તે હજુ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. હુમલો થતા એક બાળક અને એક વ્યસ્ત સહિતના બે લોકોના મોત થયા છે. આ ઘટના બાદ શંકાસ્પદને પોલીસે કસ્ટડીમાં લઇ લીધો છે. મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે પોલીસે હુમલાખોરની પાસેથી બે ચાકુ જપ્ત કર્યા છે.
પોલીસે જ્યારે આ હુમલાખોરની ધરપકડ કરી તો તેણે જાતે જ પોતાના ખભામાં ચાકુ ભોંકી પોતાને જ ઘાયલ કરી દીધો. કાવાસાકી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું કે સ્થાનિક સમયાનુસાર સવારે અંદાજે પોણા આઠ વાગ્યે અમને એક ઇમરજન્સી કોલ મળ્યો. રિપોર્ટના મતે એક આદમીએ બસ સ્ટોપની પાસે પહોંચતા જ ત્યાં હાજર લોકો પર ચાકુઓથી અંધાધૂન હુમલો શરૂ કરી દીધો. અહીંથી સ્થાનિક રેલવે સ્ટેશન પણ ખાસ દૂર નહોતું.
જાપાનના સ્થાનિક મીડિયા ચેનલો પર આ ઘટનાના ફૂટેજ દેખાડી રહ્યાં છે. હાલ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં કર લીધી છે અને રાહત અને બચાવ માટે મેડિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે.
આ Video પણ જુઓ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જાપાનમાં કંપાવનારી ઘટના, યુવકે ધોળાદિવસે ધડાધડ ચપ્પાથી કર્યા હુમલા appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/japan-knife-attack-children-stabbed-in-kawasaki-park/
via Best Gujarati News
0 Comments