। મુંબઈ ।

એક્ઝિટ પોલને પરિણામે સોમવારે શેરબજારમાં જોવાયેલા ઝંઝાવાતી ઉછાળાને જાળવી રાખવામાં સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે નિષ્ફળ રહ્યા હતા. જોકે, શરૂઆતના કામકાજમાં સેન્સેક્સ ૩૯,૫૭૧.૭૩ અને નિફ્ટી ૧૧,૮૮૩.૫૫ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. શેરબજારમાં આજે દિવસના કામકાજના અંતે રોકાણકારોએ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી શરૂ કરતા શેરબજાર તૂટયું હતું અને સેન્સેક્સ ૩૮૨.૮૭ પોઇન્ટ ઘટી ૩૮,૯૬૯.૮૦ અને નિફ્ટી ૧૧૯.૧૫ પોઇન્ટ ઘટી ૧૧,૭૦૯.૧૦ ઉપર બંધ થયા હતા. સૌથી વધુ ઘટાડો ઓટો શેર્સમાં જોવાયો હતો. નિફ્ટી ઓટો ૨.૫૨ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.

જોકે નિફ્ટીમાં ભારતી ઇન્ફ્રાટેલ ૩ ટકા વધ્યો હતો. તદુપરાંત ડો.રેડ્ડીઝ લેબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બ્રિટાનિયા અને ટાઇટનના શેર્સ વધ્યા હતા જ્યારે બીપીસીએલ, તાતા મોટર્સ, ઝી એન્ટરટેઇનમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈઓસી ઘટયા હતા.

તાતા મોટર્સનો શેર સૌથી વધુ ૬.૭ ટકા ઘટી રૂ.૧૭૭.૩૦ થયો હતો. ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો ૪૯ ટકા ઘટીને રૂ.૧,૧૧૭ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૨,૧૨૫ કરોડ હતો. હિંદુજા ગ્રૂપ બોલી લગાવશે એવા અહેવાલે જેટ એરવેઝનો શેર ૯ ટકા વધ્યો હતો.

મોન્ટેકાર્લો ફેશન્સનો શેર નિસ્તેજ પરિણામને કારણે ૮ ટકા ઘટી રૂ.૨૯૩.૫૦ ઉપર બંધ થયો હતો. કંપનીએ માર્ચમાં રૂ.૧૮.૮૫ કરોડની ખોટ કરી હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. ૮.૬૮ કરોડ હતી. ૩૧ માર્ચે પૂરા થતા ત્રિમાસિક ગાળામાં સિએન્ટની કુલ આવક રૂ.૧,૧૬૨ કરોડ થઈ હતી. સિટી યુનિયન બેન્કનો ચોખ્ખો નફો ૧૫ ટકા વધી રૂ.૧૭૫.૧૨ કરોડ થયો હતો. જોગવાઈ માટે ઓછી રકમ ફાળવવાને કારણે બેન્ક ઓફ ઈન્ડિયાનો નફો રૂ.૨૫૨ કરોડ થયો હતો.

ગેસ વિતરણના બિઝનેસમાં રૂ.૧૫૦ કરોડના રોકાણની જાહેરાત અશોક બિલ્ડકોને કરી હતી. જોકે, શેરનો ભાવ રૂ.૦.૨૫ વધી રૂ.૧૨૧.૧૦ ઉપર બંધ થયો હતો.  ડોમીનીચે પ્રોડક્શનમાં ૫૦ ટકા હિસ્સો હસ્તગત કરવા શેમારૂ એન્ટરટેઇનમેન્ટના બોર્ડે મંજૂરી આપી હતી. મધરસન સુમીએ ૨૦૧૮ના ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં રૂ.૫૫૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતા. જોકે, શેરનો ભાવ રૂ.૬.૫૫ ઘટી રૂ.૧૨૦.૫૦ ઉપર બંધ થયો હતો. બોડલ કેમિકલ્સનો ચોખ્ખો નફો ૨૪.૪ ટકા ઘટી રૂ.૨૯.૬ કરોડ થયો હતો. આવક ૧૭.૪ ટકા વધી રૂ.૩૪૪.૨ કરોડ થઈ હતી જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ.૨૯૩.૨ કરોડ હતી. કંપનીના બોર્ડે પ્રમોટર્સને એક કરોડ ઇક્વિટી વોરન્ટ પ્રેફરન્શિયલ ધોરણે ફાળવ્યા હતા. રાણે એન્જિને માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂ.૧.૭ કરોડની ચોખ્ખી ખોટ કરી હતી જે એક વર્ષ પૂર્વે રૂ.૮.૮ કરોડ હતી. કંપનીની આવક ૫ ટકા વધી રૂ.૧૦૬ કરોડ થઈ હતી. ટોરન્ટ ફાર્માના શેર શરૂઆતના સત્રમાં ૮ ટકા ઘટી રૂ.૧,૫૨૫ થયો હતો. કંપનીએ માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂ.૧૫૨ કરોડની ચોખ્ખી ખોટ કરી હતી.

કંપનીઓની આવકમાં ચોથા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા મુજબ વૃદ્ધિ જોવા મળી નથી અને ક્રૂડ તેલના ઊંચા ભાવને કારણે ફુગાવો વધવાની ધારણા છે. આથી, ૨૩મી મે બાદ શેરબજાર આ પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, એમ એક અગ્રણી ફંડ મેનેજરે જણાવ્યું હતું.

બજાજ ફાઇનાન્સે ર ટ્રિલિયનનું માર્કેટ કેપ વટાવ્યું 

બજાજ ફાઇનાન્સનો શેર સતત પાંચમા દિવસે વધ્યો હતો. બજાજ ફાઇનાન્સ રૂ.૨ ટ્રિલિયનનું માર્કેટ કેપ વટાવનારી બીજી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની બની હતી.

શેર્સ બાવન સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા 

અંદાજે ૩૪ કંપનીઓના શેર્સ બાવન સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા. તેમાં અદાણી પોર્ટસ, એક્સિસ બેન્ક, બજાજ ફિન સર્વ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઈ, ટાઇટન અને યુપીએલનો સમાવેશ થતો હતો.

પીએસયુ બેન્ક શેર્સ ઘટયા  

યુનિયન બેન્ક અને ઈન્ડિયન બેન્કની આગેવાનીએ પીએસયુ બેન્કના શેર્સ ઘટયા હતા. પીએનબી રૂ.૨.૨૫ ઘટી રૂ.૮૬.૫૦, કેનેરા બેન્ક રૂ.૫.૭૫ ઘટી રૂ.૨૬૦, ઈન્ડિયન બેન્ક રૂ.૭.૨૦ ઘટી રૂ.૨૪૭.૨૦ અને યુનિયન બેન્ક રૂ.૨.૪૫ ઘટી રૂ.૭૧.૫૫ ઉપર બંધ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીએ શેરબજાર તૂટયું appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/high-head-to-market-sales/
via Best Gujarati News

0 Comments