ટીમ ઇન્ડિયાનાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં એક મિત્રએ એ દિવસોને લઇને કેટલીક રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો છે જ્યારે તેઓ ધોનીને ‘આતંકવાદી’ કહેતા હતા. ધોનીનાં તે દિવસોનાં સાથી સત્યપ્રકાશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “અમે તેને આતંકવાદી કહ્યા કરતા હતા. તે 20 બૉલમાં 40-50 રન બનાવી દેતો હતો, પરંતુ જ્યારે તે દેશ માટે રમવા લાગ્યો તો પોતાનો દ્રષ્ટિકોણ બદલી દીધો અને તે સંત બની ગયો. તે એક ઝડપથી શિખનારો વ્યક્તિ છે.”

સત્યપ્રકાશે વધુમાં કહ્યું, “ધોની ભાગ્યે જ પહેલા કેપ્ટનશિપ કરતો હતો, પરંતુ જોત જોતામાં તે મહાન ખેલાડીઓનો કેપ્ટન બની ગયો. તે હંમેશા હિન્દીમાં બોલતો હતો, પરંતુ હવે તે અંગ્રેજીમાં બોલે છે. અમે દોસ્તોએ ક્યારેય તેની ક્ષમતાનું અનુમાન લગાવ્યું નહોતુ. ધોનીએ પોતાની ધમાકેદાર બેટિંગનાં દમ પર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ધૂમ મચાવી. તેણે પોતાની બેટિંગથી પસંદગીકારો અને તે સમયનાં ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું દિલ જીતી લીધું.”

ધોનીએ રાષ્ટ્રીય ટીમમાં પદાર્પણ કર્યા બાદ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તેની આગેવાનીમાં ભારતીય ટીમે 3 આઈસીસી ટૂર્નામેન્ટ્સ જીતી છે, જેમાં 2007 (ટી-20), 2011 (વિશ્વ કપ) અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી સામેલ છે. જણાવી દઇએ કે ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટૉલ્ડ સ્ટોરી’માં ખડગપુરમાં તેના રૂમ પાર્ટનર રહેલા ધનબાદનાં ક્રિકેટર સત્યપ્રકાશ કૃષ્ણાનું પાત્ર બોલીવુડ એક્ટર સંજયે નિભાવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ધોનીને આ નામથી બોલાવતા હતા તેના દોસ્તો, મિત્રએ કહ્યું, “હવે સંત બની ગયો છે માહી” appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/satyaprakash-krishna-talking-about-his-friend-ms-dhoni/
via Best Gujarati News

0 Comments