બોલિવૂડ એક્ટર સની દેઓલ તેના પરિવારને લઈ ઘણો ભાવુક છે. તેઓ તેના પરિવાર સાથે બઉ વધારે જોડાયેલ છે. જોકે હાલ સની દેઓલ લોકસભાની ચૂંટણીને લઈ વ્યસ્ત છે. તેઓ બીજેપી તરફથી ગુરદાસપુર બેઠકથી ચૂંટણી મેદાન છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સની દેઓલે એક ખાનગી મીડિયા ચેનલને ઇન્ટરવ્યૂ આવ્યું જેમાં સનીએ બીજેપી, પિતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધી વાત કરી.

મીડિયા રિપોર્ટ મુજબ સની દેઓલે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,‘બીજેપી સાથે પાપા(ધર્મેન્દ્ર) પહેલાથી જોડાયેલા છે. અટલ જીના સમયથી. તો હું હંમેશા કહું છું કે અમે એવા પરિવાર સાથે જોડાયેલ છીએ જે પાપાને પસંદ કરે છે. અમે એવા લોકોની સાથે છીએ. પરંતુ જે પાપાને પસંદ નથી કરતા અમે તેમની સાથે નથી.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરતા સની દેઓલે કહ્યું કે,‘એ વ્યક્તિએ છેલ્લા 5 વર્ષોમાં દેશને એક મજબૂત દિશા આપી છે અને એટલી હદે દેશને લઈ ગયા છે કે વિશ્વના અન્ય દેશ આપણા દેશમાં રોકાણ કરી રહ્યા છે અને વધારી રહ્યા છે.’

રિપોર્ટ પ્રમાણે વધુ ઉમેરતા સની દેઓલે કહ્યું કે,‘મારું માનવું છે કે આ પ્રકારના નેતા દેશને ઘણો આગળ લઈ જઈ શકે છે. મોદી જેવા જ નેતા દેશને જોઈએ છે. કારણ કે તેમના જોવું બીજું કોઈ નથી.’ ઉપરાંત પિતા ધર્મેન્દ્ર વિશે વાત કરતા સનીએ કહ્યું કે,‘પાપાને લઈ હું ઘણો સેંસિટિવ છું. પરિવારમાં પાપાને લઈ કોઈ ખોટું નિવેદન કરે તો હું એકદમ બ્લોક થઈ જાઉ છું અને એટેક કરવા લાગું છું.’ તમને જણાવી દઈએ કે સની હાલ તેના સંસદીય ક્ષેત્રમાં પ્રચારમાં વ્યસ્ત છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે પ્રચાર દરમિયાન તેને સૌથી વધુ ક્યા ડાયલોગની ડિમાંડ કરવામાં આવે છે તો સની દેઓલે કહ્યું કે ‘ઢાઈ કિલો કા હાથ’ ડાયલોગની માગ વધુ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સની દેઓલે BJP અને પિતા ધર્મેન્દ્ર વિશે કરી વાત, PM મોદી માટે કહ્યું- તેમના જેવું… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/sunny-deol-talked-about-pm-modi-bjp-and-papa-dharmendra/
via Best Gujarati News

0 Comments