Amazon આપે છે બિઝનેસ કરવાની સુવર્ણ તક, વેપાર માટે આપશે નાણાકીય સહાય
વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનએ પોતાના કર્મચારીઓને કંપની સાથે વેપાર કરવાની મોટી ઓફર આપી છે. કંપની ઇચ્છે છે કે તેના કર્મચારીઓ તેમની નોકરી છોડી દે અને પોતાના વ્યવસાયને શરૂ કરે. આ જ નહીં, કંપની બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા 7 લાખની નાણાકીય સહાય પણ આપશે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓને વ્યવસાય શરૂ કરવા માટે કોઈપણ પૈસા ચૂકવવાની જરૂર નથી.
ઉલ્લેખનિય છે કે એમેઝોન ઝડપથી ગ્રાહકોને માલની ડિલિવરી પહોંચાડવામાં વ્યસ્ત છે. એમેઝોને કર્મચારીઓને સૂચવ્યું છે કે તેઓએ નોકરી છોડી દેવી જોઈએ અને વ્યવસાય શરૂ કરવો જોઈએ. આ ઓફર સામાન્ય લોકો માટે પણ છે. જો કે, લોકોને તેમાં રોકાણ કરવું પડશે. કંપની તેનો ખર્ચ કરશે નહીં. કંપનીએ નોકરી છોડીને અમેઝોન માટે ડિલિવરી બિઝનેસ શરૂ કરવા માટે કર્મચારીઓને આર્થિક મદદ આપવાની ઓફર કરી છે. કંપની ઇચ્છે છે કે અમેઝોન પ્રાઇમ મેમ્બર્સને બે દિવસના બદલે એક દિવસમાં જ આઇટ્મ્સની ડિલિવરી થઇ જાય. કંપનીને આશા છે કે તેમના નવા પ્રસ્તાવથી ગ્રાહકો સુધી ડિલિવરી કરવામાં મોટી સફળતા મળશે.
અમેઝોન દ્વારા શરૂ કરવામાં આવેલા પોગ્રામનો ભાગ પણ બની શકો છો. જોકે તેના માટે તમારે થોડું રોકાણ કરવું પડશે. સ્ટોકથી માંડીને ઓપરેશન્સ પર ખર્ચ કરવો પડશે. અમેઝોનની ડિલિવરી સર્વિસ પાર્ટનર્સ પોગ્રામ હેઠળ તેમાં શરૂઆતી રોકાણ 7 લાખ રૂપિયા હશે. અમેઝોન પ્રમાણે કોઇ આંત્રપ્રિન્યોર પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. તેના માટે તમારે વાન અને ડ્રાઇવર હાયર કરવી પડશે.
અમેઝોને દાવો કર્યો છે કે જે કર્મચારી કંપનીની નોકરી છોડીને બિઝનેસ શરૂ કરશે, તેમના સ્ટાર્ટઅપને 10 હજાર ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. આ સ્ટાર્ટઅપ શરૂ કરવાની અવેજમાં આર્થિક મદદ મળશે. કંપની ઇચ્છે છે કે શરૂઆતમાં બિઝનેસ સેટઅપ કરવા માટે આ મદદ મોટી હશે. આ ઉપરાંત કંપનીએ કર્મચારીઓને એક મોટી ઓફર કરી છે. નોકરી છોડીને બિઝનેસ શરૂ કરનાર કર્મચારીઓને કંપની ત્રણ મહિનાનો પગાર પણ આપશે. કંપનીની આ ઓફર પાર્ટ ટાઇમ અને ફૂલ ટાઇમ કર્મચારીઓ માટે છે. તેમાં વેરહાઉસ વર્કર પણ સામેલ છે, જે ઓર્ડર પેક કરે છે અને મોકલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Amazon આપે છે બિઝનેસ કરવાની સુવર્ણ તક, વેપાર માટે આપશે નાણાકીય સહાય appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/amazon-will-pay-employees-10000-quit-job-and-start-their-own-package-delivery-business/
via Best Gujarati News
0 Comments