બિગ બોસ 13 દર્શકોને ડરાવશે, આ વખતે સલમાન લાવશે હોરર થીમ
બિગ બોસ સીઝન 13ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. આ વખતે રિયાલિટી શોમાં ડરનો તડકો લાગવાનો છે. આ શો પહેલેથી જ ચર્ચામાં રહ્યો છે. શોના હોસ્ટ સલમાનને લઈને આ શો વધારે લોકપ્રિયતા મેળવી શક્યો છે. જાણીતી હસ્તીઓને રીલ લાઈફથી કંઈક અલગ અંદાજમાં જોઈ શકાશે આ કારણે શો ખુબજ લોકપ્રિયતા મેળવી શક્યો હતો.
બિગ બોસ 13 શોના સ્પર્ધકો, તેનું લોકેશન, થીમ સાથે જોડાયેલી અપડેટ સતત સામે આવી રહી છે. એ તો પહેલાજ નક્કી હતુ કે આ શોને સલમાન ખાન જ હોસ્ટ કરશે. લોકેશન લોનાવાલા મુંબઈથી ફિલ્મ સિટીમાં શિફ્ટ કરવાની ચર્ચા છે. આ તમામ સમાચારો વચ્ચે શોના કોન્સેપ્ટને લઈને એટલેકે થીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર બિગ બોસ 13ની થીમને લઈને મેકર્સની વચ્ચે મંથન ચાલી રહ્યુ છે. જો બધુ સમુસુતરૂ પાર ઉતર્યુ તો આ વખતનો આ શો ખુબજ યુનિક રહેવાનો છે. આ પહેલા કોઈપણ રિયાલીટી શોમાં આવો કોન્સેપ્ટ જોવા મળ્યો નથી.
આમ પણ હાલ ટીવીની દુનિયામાં સુપરનેચરલ શોનું ઘોડાપુર ઉમટ્યુ છે. નાગિન 3, કવચ 2, ડાયન, નજર જેવા શોની ટીઆરપી જોઈને અંદાજ લગાવી શકાય છે કે દર્શકોને કેવા શો વધારે ગમે છે. હોરર અને સુપરનેચરલ મસાલા હંમેશાથી જ ટીવી ઓડિયન્સને ઇમ્પ્રેસ કરે છે. હવે જોવાનું એ છે કે રિયલિટી શોમાં હોરરનો તડકો જાદૂ વિખેરશે.
બિગ બોસ 12 શ્રીસંત અને દીપિકા કક્કડ અબ્રાહિમ, દીપક ઠાકુર, સુરભિ રાણા, અનૂપ જલોટા, જસલીન મથારૂના કારમે ખુબજ ચર્ચામાં રહ્યા છે. ટીઆરપી અને એન્ટરટેનમેન્ટના મામલે સીઝન 12 ખાસ કમાલ બતાવી શકી નથી. આ મેકર્સ નવી સીઝનને ખૂબ આકર્ષક બનાવવા તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. આ વખતે આ શોમાં સેલિબ્રીટીઓ જ ભાગ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બિગ બોસ 13 દર્શકોને ડરાવશે, આ વખતે સલમાન લાવશે હોરર થીમ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/bigg-boss-13salman-khans-show-to-have-horror-theme-in-new-season/
via Best Gujarati News
0 Comments