ગજબની બેટિંગ: 11માંથી એકેય ખાતું ખોલ્યું નહીં અને બધા શૂન્યમાં આઉટ
0,0,0,0,0,0,0,0,0,0! આ આંકડાને જોઇ તમે પણ ચોક્કસ હેરાન થઇ જશો. પરંતુ કોચ્ચીના કસારાગોડમાં રમાયેલ અંડર-19 ગર્લ્સ ટીમની 10 બેટસવિમેને આ સ્કોર બનાવ્યો. આ સ્કોર ઇંટર-ડિસ્ટ્રિક મેચમાં બનાવ્યો જ્યાં કસારાગોડની ટીમનો મુકાબલો વાયનાડની અંડર-19 ટીમ સાથે થયો. આ મેચ બુધવારના રોજ મલ્લાપુરમના પેરિનથલમન્ના સ્ટેડિયમમાં રમાઇ.
એટલું જ નહીં તમામ 10 બેટર્સ એક જ રીતે આઉટ થયા. તમામ ક્લીન બોલ્ડ થાય અને તેને ક્રિકેટ ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવી દીધો. જો કે તમામ બેટ્સવિમેન જેમાં નોટ આઉટ બેટર પણ સામેલ હતી, ખાતું ખોલાવ્યું નહોતું. કસારાગોડની ટીમ બોર્ડ પર ચાર રન ચોક્કસ જોડી શકયા જેમાં વાયનાડના બોલર્સનું યોગદાન રહ્યું, ચાર રન મળ્યા તે પણ એક્સ્ટ્રાના હતા. વાયનાડની ટીમને જીત માટે 5 રન જરૂરી હતી, જે એક ઓવરમાં મેળવી લીધા અને મુકાબલો 10 વિકેટથી જીતી લીધો.
જ્યારે કસારાગોડની કેપ્ટન એસ અક્ષતાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેમણે પણ કદાચ આ રીતના પરિણામો આંગે વિચાર્યું નહીં હોય. તેમણે વિચાર પણ નહીં આવ્યો હોય કે પલકારામાં જ મેચ ખત્મ થઇ જશે. કસારાગોડની સલામી બેટસમેન વિક્ષિતા અને એસ ચિત્રા એ પહેલી બે ઓવર્સ સુધી બેટિંગ કરી પરંતુ ત્રીજી ઓવરથી સ્થિતિ ખરાબ થવાનું શરૂ થઇ ગયું. વાયનાડની કેપ્ટન નિત્યાએ પોતાની ઓવરમાં બંને સલામી બેટસમેન અને ત્રીજા નંબર પર આવેલ રજીતાને આઉટ કરી. ત્યારબાદ આગળની બે ઓરમાં કસારાગોડ એ બીજી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગજબની બેટિંગ: 11માંથી એકેય ખાતું ખોલ્યું નહીં અને બધા શૂન્યમાં આઉટ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/kerala-11-batters-combined-score-0-in-under-19-girls-match/
via Best Gujarati News
0 Comments