મધ્યપ્રદેશના ઝાબુઆમાં પ્રેમ પ્રસંગના એક કિસ્સામાં ગામવાળાઓએ લગ્ન મહિલાની સાથે માનવતાને શરમજનક કરનાર વર્તન કર્યું છે. આરોપ છે કે પરિણીતાનો કોઇ બીજા પુરુષ સાથે પ્રેમનો સંબંધ છે. તેની સજા તરીકે ગામવાળાઓને તુગલકી ફરમાનની અંતર્ગત પતિને ખભા પર ઉઠાવીને આખા ગામમાં ફરવાની સજા આપી દીધી. આ સજાને પૂરી કરવા દરમ્યાન ગામના બીજા છોકરાઓએ મહિલાની સાથે એકદમ ખરાબ વર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તરત કાર્યવાહી કરતાં કસ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઝાબુઆ જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર દૂર થાંદલા પોલીસ સ્ટેશનની અંતર્ગત એક ગામમાં વિવાહેત્તર સંબંધોને લઇ ગ્રામીણીઓની તરફથી સજાના લીધે એક આદિવાસી વિવાહિત મહિલાને કથિત રીતે પોતાના પતિના ખભા પર બેસીને આખા ગામમાં ફરવું પડ્યું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પર પ્રશાસન હરકતમાં આવ્યું અને અધિકારી કેસની તપાસ માટે ગામમાં પહોંચ્યા.

પોલીસ અધિક્ષક વિનીત જૈન એ કહ્યું કે દેવીગામની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગામના લોકોએ મહિલાનું અનાદર કરવાની કોશિષ કરી છે. ‘વીડિયોની તપાસ કરી અમે આરોપી લોકોની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ અધિક્ષક, એસડીઓપી અને પોલીસ પ્રભારીને પોલીસ બળની સાથે ગામમાં મોકલ્યા છે. તપાસ બાદ આગળ કાર્યવાહીની જશે.’ તેમણે કહ્યું કે હાલ આ કેસમાં કોઇ ફરિયાદ નોંધાવી નહોતી.

કહેવાય છે કે મહિલાના કથિત રીતે કોઇ બીજા પુરુષથી પ્રેમ સંબંધ થવા પર તેમના સાસરીવાળા અને ગામવાળાઓએ સજા સંભળાવી તેના લીધે મહિલાને પોતાના પતિના ખભા પર બેસાડીને ગામમાં ફરવું પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પરિણીત મહિલાને પ્રેમ કરવાની મળી મસમોટી સજા, માનવતાને શરમાવતો Video આવ્યો સામે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/watch-villagers-force-woman-to-carry-her-husband-on-her-shoulders-in-devigarh/
via Best Gujarati News

0 Comments