ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નામે કાનપુરથી પાર્ટીના હાલના સાંસદ મુરલી મનોહર જોશીની એક ચિઠ્ઠી જ્યારે શનિવારના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તો લોકોમાં ભૂકંપ આવી ગયો કારણ કે તેમાં એ આરોપ મૂકાયો હતો કે તેમણે (અડવાણી અન જોશી)ના ઘર (પાર્ટી)ના લોકો એ અપમાન કરી બહાર નીકાળી દીધા. તેમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની સંભાવનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે મોડી સાંજ થતા-થતા જોશીની ઓફિસે સ્પષ્ટતા કરી દીધી કે આ ફેક ચિઠ્ઠી છે. તેમણે આવી કોઇ ચિઠ્ઠી લખી નથી.

આ ચિઠ્ઠી પર સમાચાર એજન્સી એએનઆઇનો લોકો હોવાથી લોકોએ સોશિયલ મીડિયા પર વાંચી સાચી માની લીધી. લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા જોશીની તરફથી આવેલી પ્રતિક્રિયાના લીધે પણ લોગો હોવાથી આ ચિઠ્ઠી પર લોકો એ વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું હતું.

આપને જણાવી દઇએ કે જોશીએ મતદાતાઓને પત્ર લખીને કહ્યું હતું કે ભાજપના મહાસચિવે તેમને કાનપુર કે બીજી કોઇ સીટ પરથી ચૂંટણી લડવા માટે ના પાડી દીધી છે. પત્ર દ્વારા જોશી એ તેમને જબરદસ્તી વીઆરએસ માટે જવાનો ઇશારો કર્યો હતો. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ જોશી અને અડવાણીનું નામ નથી.

જો કે શનિવારના રોજ સામે આવેલી ચિઠ્ઠીમાં કેટલીય જગ્યાએ ત્રુટિઓના લીધે કેટલાંક લોકોના મનમાં શંકા પણ હતી અને જોશીની તરફથી આ ચિઠ્ઠી ફેક હોવાની પુષ્ટિ થયા બાદ સ્થિતિ આખરે થાળે પડી ગઇ.

બીજીબાજુ સમાચાર એજન્સી એએનઆઇ એ પણ ફેક હોવાની પુષ્ટિ કરી છે. જો કે એ સ્પષ્ટ થયું નથી કે આ મજાક કોણે કરી અને નહીં તો આ સંબંધમાં પોલીસમાં ફરિયાદ કર્યાના કોઇ સમાચાર હજુ સુધી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અડવાણીના નામે મુરલી મનોહર જોશીની ચિઠ્ઠી વાયરલ થતા રાજકારણમાં ગરમાવો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/fake-letter-viral-murli-manohar-joshi-on-social-media/
via Best Gujarati News

0 Comments