જાણો કોણ છે UPSCમાં ટોપ કરનાર કનિષ્ક કટારિયા અને સૃષ્ટિ દેશમુખ
IIT બોમ્બેથી બીટેકનો અભ્યાસ કરનાર કનિષ્ક કટારિયાએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ સૃષ્ટિ જયંત દેશમુખ મહિલા ઉમેદવારોમાં ટોચ પર રહી છે જ્યારે સંયુક્ત યાદીમાં તેઓ પાંચમાં સ્થાને રહી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી)એ શુક્રવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2018ના પરિણામ જાહેર કર્યા છે.
UPSCએ તેના નિવેદનમાં કહ્યું કે આયોગે આઇએએસ, આઈપીએસ અને આઈએફએસ વગેરે પદોની નિમણૂક માટે કુલ 759 પરીક્ષાર્થીઓના નામની જાહેરાત કરી છે. જેમાં 577 પુરુષ, 182 મહિલાઓ સામેલ છે. કટારિયા અનુસૂચિત જાતિમાંથી આવે છે અને તેને વૈકલ્પિક વિષય તરીકે ગણિતની પસંદગી કરી હતી. તેને કમ્પ્યુટર સાઇન્સમાં બીટેક કર્યું છે. જ્યારે બીજી તરફ સૃષ્ટિ દેશમુખે રાજીવ ગાંધી ટેકનોલોજી યુનિવર્સિટી, ભોપાલથી બીઈ(કેમિકલ એન્જિનિયરિંગ)નો અભ્યાસ કરે છે.
Kanishak Kataria, AIR 1 in #UPSC final exam: It's a very surprising moment. I never expected to get the 1st rank. I thank my parents, sister & my girlfriend for the help & moral support. People will expect me to be a good administrator & that's exactly my intention. #Rajasthan pic.twitter.com/IBwhW8TJUs
— ANI (@ANI) April 5, 2019
રિપોર્ટ મુજબ સિવિલ સર્વિસ(પ્રારંભિક) પરીક્ષા, 2018 3જી જૂન 2018ના રોજ થઈ હતી. આ પરીક્ષા માટે કુલ 10,65,552 પરીક્ષાર્થીઓએ અરજી કરી હતી. જેમાંથી 4,93,972 લોકોએ ભાગ લીધો હતો. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018માં થયેલ લેખિત(મુખ્ય) પરીક્ષામાં ભાગ લેવા માટે કુલ 10,468 ઉમેદવારો પાસ થયા હતા. ફેબ્રુઆરી-માર્ચ 2019માં થયેલ પર્સનેલિટી ટેસ્ટ માટે કુલ 1994 પરીક્ષાર્થીઓએ સફળતા મેળવી હતી.
Srushti Jayant Deshmukh: UPSC exam is a long journey where you are committed for 1-1.5 years. My parents, family, friends & teachers supported me, so the credit goes to them. I had decided that my first attempt is my last attempt & I was determined to clear it in one attempt. pic.twitter.com/AwgxbphTZh
— ANI (@ANI) April 5, 2019
યુપીએસસીના ટોચના 25 પરીક્ષાર્થીઓમાં 15 પુરુષ અને 10 મહિલાઓ છે. આ પરીક્ષામાં બીજા નંબરે આવેલ અક્ષત જૈને આઈઆઈટી ગુવાહાટીથી એન્જિનિયરિંગ કર્યું છે. મીડિયાથી વાત કરતા કનિષ્ક કટારિયાએ કહ્યું કે આ ઘણો આશ્ચર્યજનક પળ છે. મે ક્યારે પહેલો સ્થાન મેળવવાની કલ્પના પણ નહોતી કરી. હું મારા પરિવારને મદદ અને નૈતિક ટેકો આપવા બદલ આધાર વ્યક્ત કરું છું. બીજી તરફ સૃષ્ટિ દેશમુખે કહ્યું કે યુપીએસસીની પરીક્ષા એક લાંબી મુસાફરી જેવી હોય છે જેના માટે તમે કમિટેડ રહો છો. મારા માતા-પિતા, મિત્ર, પરિવાર અને શિક્ષકોએ મારું સમર્થન કર્યું તેથી આનો શ્રેય તેમને જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
The post જાણો કોણ છે UPSCમાં ટોપ કરનાર કનિષ્ક કટારિયા અને સૃષ્ટિ દેશમુખ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/kanishak-kataria-and-srushti-deshmukh-get-top-position-in-upsc-exam/
via Best Gujarati News
0 Comments