। વારાણસી ।

આતંકવાદના મુદ્દે  અગાઉની સરકારો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે અહીંના સંકટમોચન મંદિર સહિત આપણા આસ્થાના કેન્દ્રો પર ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી સતત આતંકી હુમલાઓ થયા હતા. અહીં આરતી કરી રહેલા નિર્દોષ ભક્તોની હત્યાને યાદ કરીને આજે પણ રૂવાંડા ઊભા થઈ જાય છે. તે સમયની સરકાર દરેક હુમલાઓ પછી ફક્ત વાર્તા સિવાય બીજું કંઈ કરતી નહોતી. હું દેશહિત સિવાય બીજા કોઈ હિત વિશે વિચારતો નથી. અમારી સરકારના ૫ વર્ષમાં એક પણ મંદિર પર આતંકી હુમલો થયો  નથી. આતંકીઓને જણાવી દીધું છે કે નવા ભારત સહન કરતો નથી પરંતુ આતંકને જડબાતોડ જવાબ આપે છે. માનવતાનું નકલી મહોરૂ પહેરનાર પર પણ લગામ કસી છે. પીએમ મોદીએ કહ્યું કે  પાંચ વર્ષ પહેલા હું કાશી આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે મા ગંગાએ મને બોલાવ્યો છે. એક સાંસદ તરીકે કાશીના જ્ઞા।ન સાથે જોડાવા તથા તેને આગળ વધારવાની તક સાંપડી. આ બદલ હું બાબા વિશ્વનાથ અને મા ગંગા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાભાવથી નમન કરૂ છું. કાશીના આશીર્વાદથી જ હું એમપી અને પીએમ બની શક્યો હતો. મને ૧૩૦ કરોડ ભારતીયોના વિશ્વાસની તાકાત મળી છે. મારૂ સોભાગ્ય છે કે કાશીની વેદ પરંપરાના જ્ઞાનનું પૃથ્થકરણ અને ર્તાિકક અનુભવો સાથે જોડાઈ શક્યો છું. કાશીનો આ પ્રસાદ મને સામાજિક અને રાજકીય જીવનને ર્તાિકક બનાવવાની શક્તિ આપે છે. કાશીની ધાર્મિક આસ્થાથી મહાત્મા ગાંધી, બુદ્ધ, ગોસ્વામી તુલસીદાસ, સંત રવિદાસ, કબીરદાસ, રામાનંદ જેવા વિચારકોએ પ્રેરણા લીધી છે. સત્ય, ન્યાય, અહિંસા અને જ્ઞા।નરૂપી આ પ્રેરણાએ મને વૈશ્વિક સ્તર પર આ મૂલ્ય સાથે ઊભા રહેવાનું બળ આપ્યું છે.

૪૨ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો : આ જ અમારી કામગીરીનું પ્રમાણ

વડા પ્રધાને જણાવ્યું કે, સુખી ભારત માટે, સંપન્ન ભારત માટે, સમર્થ ભારત માટે વિકાસની સાથે સાથે તેનું સંરક્ષણ પણ એટલું જ મહત્ત્વનું છે. અમે એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ જ્યાં વિજ્ઞા।ન પણ છે, આધ્યાત્મિકતા પણ છે, પ્રતિભા પણ છે અને પ્રવાસ પણ છે. અહીંયા પશ્ચિમિકરણની અસર વગરની આધુનિકતા છે. પુલવામામાં આપણા ૪૦ જવાનો શહીદ થયા હતા તેનો બદલો લેતાં અમે ૪૨ આતંકીઓનો ખાતમો બોલાવ્યો. આ જ અમારી કામગીરીનું પ્રમાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દેશના હિત સિવાય બીજા કોઈના હિત માટે ક્યારેય વિચાર્યું નથી : PM મોદી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/country-interest-apart-second-any/
via Best Gujarati News

0 Comments