અષાઢી માહોલ : દિલ્હીમાં આંધી તોફાન કેરળમાં ‘ફની’ નો ખતરો
નવી દિલ્હી :
ઉત્તર રાજ્યોમાં કેટલાક રાજ્યોમાં ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો છે. દિલ્હી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર તથા કેરળ જેવા રાજ્યોમાં ચોમાસાનો માહોલ છે. એક બાજુ દિલ્હીમાં ગુરૂવારે ધૂળની ડમરીઓ સાથે આંધી તોફાન આવ્યું છે. દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું. સફરદજંગમાં વધારેમા વધારે તાપમાન ૪૧.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
કાશ્મીર, હિમાચલમાં વરસાદની આગાહી
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જમ્મુ કાશ્મીર, હિમાચલમાં વરસાદની આગાહી કરી છે.
કેરળમાં નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ
ભારતીય હવામાન વિભાગે કેરળના દરિયાકિનારે વાવાઝોડા ફની ત્રાટકવાની આશંકા વ્યક્ત કરી હતી. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ વાવોડામાં પરિણ્મ્યું હતું અને તે ધીરે ધીરે કેરળ ભણી આગ વધી રહ્યું હોવાનું વિભાગે જણાવ્યું હતું. સત્તાવાળાઓએ દરિયા કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપી છે.
એમપીમાં પારો ૪૬ ડિગ્રીએ પહોંચ્યો
દિલ્હીની સાથે સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટો આવ્યો છે. મધ્યપ્રદેશમાં કેટલાક શહેરોમાં પારો ૪૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. તો મહારાષ્ટ્રના પાલમમાં પણ ૪૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પારો ૪૦ ડિગ્રીએ પહોંચ્યો છે. મધ્યપ્રદેશમાં રેકોર્ડબ્રેક પારો ૪૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. અંગ દઝાડતી ગરમીમાં ઉત્તર ભારત અને મધ્ય ભારત તપી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અષાઢી માહોલ : દિલ્હીમાં આંધી તોફાન કેરળમાં ‘ફની’ નો ખતરો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/ash-e-navhol-delhi-a/
via Best Gujarati News
0 Comments