PM મોદીએ રેલીમાં પુછ્યું, “તમે કહો તો ઉમેદવારીપત્ર ભરવા જઉં”, મળ્યો કંઇક આવો જવાબ
વારાણસીમાં પીએમ મોદી પોતાની 2 દિવસની યાત્રા પર પહોંચ્યા છે. પીએમ મોદીએ અહીં 25 તારીખનાં રોજ રોડ શૉ કર્યો અને ત્યારબાદ રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં તેમણે આતંકવાદ પર નિશાન સાધ્યું હતુ, અને પોતાના કામનો પણ હિસાબ આપ્યો. ભાષણનાં અંતમાં તેમણે રેલીમાં હાજર પોતાના સમર્થકોને કહ્યું કે, “જો તમે કહેશો તો ઉમેદવારીપત્ર ભરીશ.” પીએમ મોદી શુક્રવાર 26 તારીકે ઉમેદવારીપત્ર ભરશે.
પીએમ મોદીએ જેવું કહ્યું કે, “શું હું કાલે કાલે ઉમેદવારીપત્ર ભરવા જઉં?” તેના જવાબ રૂપે રેલીમાં હાજર લોકોએ તેમનું સમર્થન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ વારાણસીની રેલીમાં કહ્યું કે, “તો હવે હું સમજું કે આ ચૂંટણીની જવાબદારી તમે લોકોએ લઇ લીધી છે. હવે હું તમને જીત્યા બાદ જ મળવા આવીશ.” પીએમ મોદીએ અંતમાં કહ્યું કે, “મારું કર્તવ્ય બને છે કે તમારી પાસે બીજા પાંચ વર્ષ માંગું તે પહેલા 5 વર્ષનો હિસાબ આપું. લોકો 70 વર્ષનો નથી આપી રહ્યા એ તેમની મરજી. મારું જીવન એવું છે કે શરીરનાં કણ-કણ, સમયની પળે-પળ તેનો પાઈ-પાઈનો હિસાબ તમારી સામે રાખું છું.”
આ પહેલા પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે, “આત્મવિશ્વાસ એ પુંજી છે જેના બળથી કોઈપણ પડકારને પાર કરી શકાય છે. ગરીબી જેવા અભિશાપથી પણ બહાર નીકળવા માટે પણ આ જ ઉપાય છે. નવા ભારતનો આત્મવિશ્વાસ વિકસિત ભારતનો વિશ્વાસ બનશે. અમે પરિવર્તન સાથે દરેક એ કામ કરી રહ્યા છીએ જે દેશને સશક્ત કરે. એવા કામ પણ જે મારા વિરોધીઓને નાના લાગતા હતા, તે કામોને કરવાનું બીડું મે ઉઠાવ્યું.”
પીએમ મોદીએ કહ્યું કે, “વિતેલા 5 વર્ષ ઈમાનદારીનાં પ્રયાસનાં હતા. આવનારા 5 વર્ષ એ પ્રયાસોને મોટા કરવાના હશે. વિતેલા 5 વર્ષ તે પરિવર્તનની શરૂઆતનાં હતા. આવનારા 5 વર્ષ પ્રતિષ્ઠાનાં હશે. અમે દેશનાં દરેક ભાગ, દરેક વર્ગને મજબૂત કરવાનાં સંકલ્પ સાથે લાગ્યા છીએ. વિતેલા 5 વર્ષ પુરૂષાર્થનાં હતા, આવનારા 5 વર્ષ પરિણામનાં હશે. સારનાથમાં છેલ્લા 5 વર્ષમાં થયેલા વિકાસકાર્ય અભૂતપૂર્વ છે. હું મારા કાર્યકાળ દરમિયાન કાશીનાં ખેડૂતો, વણકરો અને યુવાઓ માટે એક એવા મૉડલને બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે સર્વસમાવેશી, સર્વસ્પર્શી, સર્વહિતૈષી, સર્વસંતોષી અને સર્વાંગી હોય. બાબાની ઇચ્છા વગર અહીં એક પત્તુ પણ નથી હલતું, હું તો નિમિત્ત માત્ર છું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM મોદીએ રેલીમાં પુછ્યું, “તમે કહો તો ઉમેદવારીપત્ર ભરવા જઉં”, મળ્યો કંઇક આવો જવાબ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-asked-people-that-should-he-go-to-fill-up-nominations/
via Best Gujarati News
0 Comments