યુપીમાં સમાજવાદી પાર્ટી(એસપી) અને બહુજન સમાજ પાર્ટી(બીએસપી) વચ્ચે ચૂંટણી ગઠબંધન તેમના સંબંધોને પણ મજબૂત કરતા દેખાઈ રહ્યું છે. કન્નૌજમાં એસપી-બીએસપી અને આરએલડી મહાગઠબંધનની રેલી દરમિયાન ડિંપલ યાદવે બસપા સુપ્રીમો માયાવતીના પગે લાગીને આશીર્વાદ લીધા. પૂર્વ સીએમ અને એસપીના અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવ કન્નૌજથી એમપી છે અને એકવાર ફરી અહીંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. બીએસપી ચીફ માયાવતી અહીં આયોજિત રેલીમાં તેમના માટે વોટ માંગવા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 19મી એપ્રિલે મૈનપુરી ખાતે આયોજિત રેલીમાં બન્ને પાર્ટીઓ વચ્ચે જોરદાર સુમેળ જોવા મળ્યો હતો. આ યુપીની રાજનીતિ માટે એક ઐતિહાસિક ક્ષણ હતો. કારણ કે લગભગ 24 વર્ષ પછી એસપી નેતા મુલાયમ સિંહ અને માયાવતી એક સાથે એક મંચ પર દેખાયા હતા. ઉપરાંત તે સમય મુલાયમ સિંહ યાદવના પૌત્ર અને મૈનપુરીના હાલના સાંસદ તેજપ્રતાપ યાદવે પણ માયાવતીના પગે લાગીને આશીર્વાદ લીધા હતા.

જ્યારે બીજી તરફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદે પણ મુલાયમ સિંહનું અભિવાદન કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા. આ રેલી દરમિયાન મયાવાતી અને મુલાયમ સિંહે એક-બીજાના ઘણા વખાણ કર્યા અને લોકોને ગઠબંધનને જીતાડવા માટે વોટ અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મહાગઠબંધનની રેલીમાં કન્નૌજ પહોંચ્યા માયાવતી, ડિંપલ યાદવે પગે લાગી લીધા આશીર્વાદ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/mayawati-at-kannauj-rally-dimple-yadav-takes-blessings-of-her/
via Best Gujarati News

0 Comments