ભારતે સરહદની સુરક્ષા વધારવા કરી તૈયારી, ચીન-પાકની સીમાઓ પર બનાવશે ટનલ
ભારતે હવે તેની સરહદોની સુરક્ષા વધુ ચુસ્ત કરવા માટે તૈયારી કરી છે. હવે પાકિસ્તાન અને ચીનની સીમા પર પર્વતોની અંદર યુદ્ધસામગ્રી સંગ્રહિત કરવા માટે ટનલ બનાવવામાં આવશે. દરેક ટનલમાં લગભગ 2 લાખ કિલો દારૂગોળો સ્ટોર થશે. આ 4 ટનલને 2 વર્ષની અંદર તૈયાર કરવામાં આવશે. આ ટનલની સૌથી મોટી વિશેષતા એ હશે કે આ દરેક હુમલાઓથી સુરક્ષિત રહેશે. એમ સૂત્રોએ જણાવ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ NHPC અને Army વચ્ચે આ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કરાર મુજબ 2 વર્ષમાં 15 કરોડના ખર્ચે 4 ટનલ બનાવવામાં આવશે. દરેક ટનલમાં 200 મેટ્રિક ટન એટલે કે 2 લાખ કિલો દારૂગોળો સ્ટોર કરવામાં આવશે. રિપોર્ટ મુજબ 4 ટનલમાંથી 3 ચીન અને 1 પાકિસ્તાનની સરહદ નજીક બનાવવામાં આવશે. નોંધનીય છે કે સેનાએ પહેલા પણ આ પ્રકારની ટનલ બનાવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ સફળ થયા નહોતા. NHPCએ પર્વતોમાં કેટલાક પાવર પ્રોજેક્ટ બનાવવા માટે ટનલોનો ઉપયોગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સેનાને સૌથી વધુ જોખમ યુદ્ધસામગ્રીના સ્ટોર પર હુમલાનું હોય છે. ઉપરાંત યુદ્ધમાં પણ દારૂગોળો દુશ્મનનો પહેલો ટાર્ગેટ હોય છે. તેથી આ ટનલમાં સ્ટોર કરવામાં આવેલ દારૂગોળો ન તો જમીની હુમલાથી નષ્ટ થશે અને ન તો હવાઈ હુમલાથી. રિપોર્ટ મુજબ આ પાયલોટ પ્રોજેક્ટ બાદ આ પ્રકારની વધુ ટનલ બનાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતે સરહદની સુરક્ષા વધારવા કરી તૈયારી, ચીન-પાકની સીમાઓ પર બનાવશે ટનલ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/tunnels-will-build-by-india-on-china-and-pakistan-border-soon/
via Best Gujarati News
0 Comments