ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ 19 મે પહેલા રિલીઝ ન થવી જોઇએ: ચૂંટણી પંચ
ચૂંટણી પંચના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી 19 મે પહેલા રિલીઝ ન થવી જોઇએ. પંચના અધિકારીઓના મતે સ્વતંત્ર અને નિષ્પક્ષ લોકસભાની ચૂંટણી ટાણે ફિલ્મની રિલીઝનો વિલંબ યોગ્ય અને કાયદેસર છે. પંચે સોમવારે બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી સંબંધિત પોતાનો રિપોર્ટ એક સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી હતી. કોર્ટને સોંપાયેલી રિપોર્ટમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે પંચના અધિકારીઓએ આ ફિલ્મ જોઇ છે અને ચૂંટણી પંચનો ફિલ્મ પર મૂકાયેલો સ્ટે યોગ્ય ગણાવ્યો છે.
આ ફિલ્મ જો ચૂંટણી દરમિયાન રિલીઝ થશે તો ભાજપ પક્ષને વિશેષ રાજકીય પક્ષનો લાભ મળશે. 19મેએ લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાન બાદ ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપી શકાય. ચૂંટણી પંચની રિપોર્ટ પર આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન નિર્ણય થવાનો છે. દરમિયાન પંચે આ કોપી કોર્ટના આદેશ મુજબ ફિલ્મમેકરોને પણ સોંપી દીધી છે.
દરમિયાન આ મામલે પંચે સેન્સર બોર્ડ અને સૂચના પ્રસારણ મંત્રાલયને પણ નિર્દેશ આપ્યા હતા. આ આદેશની વિરૃધ્ધ ફિલ્મમેકરોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ત્યારબાદ સોમવાર પંદરમી એપ્રિલે સુપ્રીમ કોર્ટે પોતાની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે તેઓ પહેલા ફિલ્મ જૂએ અને તેને જોયા બાદ નિર્ણય લે. પોતે મૂકેલા સ્ટે પર ફેરવિચાર કરે. આ બાયોપિક ફિલ્મમાં કોઇપણ પક્ષ કે નેતાને દર્શાવાયા છે તો ચૂંટણી દરમિયાન ફિલ્મને રિલીઝ ન કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ 19 મે પહેલા રિલીઝ ન થવી જોઇએ: ચૂંટણી પંચ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/movie-pm-narendra-modi-should-not-be-released-before-may-19-election-commission/
via Best Gujarati News
0 Comments