ભોપાલમાં રહેતાં 16 વર્ષીય કૌશલ શાક્યને 6 વર્ષ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભણતર, ખર્ચ અને નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. પણ આજ સુધી ન તો કૌશલ શાળાએ જઈ શક્યો કે ન તો તેને કોઈ નોકરી મળી. 6 વર્ષ પહેલાં તે ભોપાલનાં રસ્તાઓ પર છાપા વેચતો હતો અને હવે તે બેગ વેચવા લાગ્યો છે.

25 એપ્રિલ 2013ના રોજ જ્યારે રાહુલ ગાંધી ભોપાલના પ્રવાસે હતા ત્યારે તેઓની મુલાકાત રસ્તા પર છાપા વેચતાં 10 વર્ષીય કૌશલ શાક્ય સાથે થઈ હતી. કૌશલ રોશનપુરા ચાર રસ્તા પાસે છાપા વેચતો હતો.

રાહુલે કૌશલ પાસેથી છાપું ખરીદ્યું અને પુછ્યું કે શું તે શાળાએ જાય છે. કૌશલે જવાબમાં ના કહ્યું હતું. જે બાદ રાહુલે છાપું લઈને કૌશલને એક હજાર રૂપિયાની નોટ આપી હતી. પણ કૌશલે પૈસા લેવાનો ઈન્કાર કરી દીધો હતો. રાહુલને કૌશલની આ પ્રામાણિકતા ખૂબ જ ગમી ગઈ હતી અને તેમણે કૌશલને ભણાવવાનો વાયદો કર્યો હતો.

રાહુલ ગાંધી કૌશલને મળ્યા છે તે વાત જાણતાં જ કોંગ્રેસનાં નેતાઓ કૌશલના ઘરે પહોંચી ગયા હતા અને મીડિયાની સામે તેને ગોદ લેવાની વાત કરી હતી. પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. રાહુલ ગાંધીના કહેવાથી કૌશલ ત્રિલંગા સ્થિત રાજીવ ગાંધી હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ માટે ગયો, પણ ત્યાંની ફી વધારે હોવાથી તેણે સ્કૂલ છોડી દીધી.

થોડા દિવસો બાદ આ વાતની જાણ ભાજપનાં નેતાઓને થતાં તેઓ પણ કૌશલના ઘરે દોડી ગયા હતા. તે સમયે તત્કાલિન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કૌશલને પત્ર લખ્યો હતો. આ પત્રમાં સરકાર દ્વારા કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ અને ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી.

કૌશલના ભાઈ દુલીચંદે જણાવ્યું કે કોંગ્રેસ અને બીજેપીએ કરેલાં વાયદાઓમાં અમને કાંઈ મળ્યું નથી. પિતાને રાજીવ ગાંધી કોલેજમાં નોકરી તો મળી પણ પગાર એટલો ઓછો હતો કે જેનાથી ઘર ચલાવી શકાય તેમ ન હતું. તો કૌશલ વિશે તેઓએ જણાવ્યું કે તે પહેલાં પણ મજૂરી કરીને પેટ ભરતો હતો અને હાલમાં પણ તે મજૂરી જ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાનીએ કર્યાં ભરપેટ વાયદાઓ છતાં બાળક ફૂટપાથ પર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/rahul-gandhi-and-smriti-irani-forget-their-promises-for-kaushal-shakya/
via Best Gujarati News

0 Comments