કેજરીવાલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- BJP ફરી સત્તામાં આવે તો રાહુલ ગાંધી જવાબદાર
આમ આદમી પાર્ટી(આપ) નેતા અરવિંદ કેજરીવાલે દરેક રાજ્યમાં વિપક્ષી દળોને કમજોર કરવા માટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે ગુરુવારે આપ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ત્યારે કેજરીવાલે કોંગ્રેસ પાર્ટી અને અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો ચૂંટણી બાદ બીજેપી ફરી સત્તામાં આવશે તો તેના માટે માત્ર કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી જવાબદાર રહેશે. તેમને કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે દરેક રાજ્યમાં વિપક્ષના ગઠબંધનને કમજોર કરવાના પ્રયત્ન કર્યા છે. તેમને કહ્યું કે,‘હું ઘણા દુખ સાથે કહું છું કે જો બીજેપી ફરી એકવાર સત્તામાં આવશે તો તેના માટે માત્રને માત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જવાબદાર રહેશે.’
રાહુલ ગાંધી પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું કે તેમને ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, દિલ્હી, હરિયાણા, ગોવા, ચંડીગઢમાં વિપક્ષને કમજોર કરવાની કોશિશ કરી છે. આ સારા સંકેત નથી. તેમને કોંગ્રેસની નીતિ પર સવાલ ઉભા કરતા કહ્યું કે,‘કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં પણ વિપક્ષને હરાવવા માટે પૂરજોશ કોશિશ કરી રહી છે. કોંગ્રેસે કેરળ, પશ્ચિમ બંગાળમાં પણ વિપક્ષને નુકસાન પહોંચાડ્યું છે. મને નથી ખબર કે કોંગ્રેસની નીતિ શું છે.’ ઉપરાંત તેમને દિલ્હીની જનતાને વોટ અપીલ કરતા કહ્યું કે દિલ્હીના હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઇ દરેક ધર્મના લોકો એકજૂટ થઈને આપને સમર્થન આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કેજરીવાલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- BJP ફરી સત્તામાં આવે તો રાહુલ ગાંધી જવાબદાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/arvind-kejriwal-say-rahul-gandhi-will-be-responsible-if-modi-govt-returns/
via Best Gujarati News
0 Comments