કોંગ્રેસે ૬૦ વર્ષ સુધી અન્યાય કર્યા હવે પછી ન્યાયની વાત કરે છે : PM
। થેની/તામિલનાડુ ।
પીએમ મોદીએ તામિલનાડુનાં થેનીમાં સાથી પક્ષ અન્નાદ્રમુક સાથે સંયુક્ત રેલી યોજી હતી. તેમણે પૂર્વ સીએમ એમજીઆર અને જયલલિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કોંગ્રેસ તેમજ વિપક્ષો પર પ્રહારો કર્યા હતા. મોદીએ કોંગ્રેસનાં સ્લોગન (અબ હોગા ન્યાય) ને બહાને આક્ષેપો કર્યા હતા કે, કોંગ્રેસે સ્વીકાર્યું કે ૬૦ વર્ષ સુધી તેણે લોકોને અન્યાય કર્યો છે તેથી હવે ન્યાયની વાત કરે છે. કોગ્રેસ અને બેઈમાની વચ્ચે ગાઢ મૈત્રી છે પણ ક્યારેક તો સત્ય બહાર આવે છે કોંગ્રેસ કહે છે કે હવે ન્યાય થશે મતલબ તેણે ૬૦ વર્ષ સુધી લોકો સાથે અન્યાય જ કર્યો છે. મોદીએ કોંગ્રેસને સવાલ કર્યો હતો કે જ્યારે ન્યાયની વાત કરો છો ત્યારે શીખ રમખાણગ્રસ્તો અને ભોપાલ ગેસ પીડિતોનો ન્યાય કોણ કરશે? એમજીઆરની સરકાર કોંગ્રેસે હટાવી હતી તેનો ન્યાય કોણ કરશે?
મહામિલાવટીઓને ભારતનો ઝડપી વિકાસ સ્વીકાર્ય નથી
મોદીએ કહ્યું કે આજે ભારત આખા વિશ્વમાં ઝડપથી વિકાસ પામતી ઇકોનોમી બની છે પણ કોંગ્રેસ, ડીએમકે અને તેનાં મહામિલાવટી દોસ્તોને તે સ્વીકાર્ય નથી. આથી તેઓ નારાજ છે અને સૌ સાથે મળીને મને હટાવવા મેદાને પડયા છે.
મહામિલાવટી નામદારને પીએમ તરીકે સ્વીકારવા તૈયાર નથી : થોડા દિવસ પહેલાં ડીએમકેનાં સુપ્રીમોએ નામદારને પીએમ ઉમેદવાર જાહેર કર્યા પણ કોઈ તેમને પીએમ સ્વીકારવા તૈયાર નથી. તેમનાં મહામિલાવટી દોસ્તો પણ નામદારને પીએમ માનવા તૈયાર નથી કારણ કે વિપક્ષમાં સૌને પીએમ બનવું છે. અમારા પક્ષમાં મોદી પીએમપદનાં ઉમેદવાર છે જે અમારી એકતા દર્શાવે છે.
MP સરકાર કોંગ્રેસની ATM બની ગઈ
મધ્ય પ્રદેશમાં હાલમાં આઈટીનાં દરોડા પાડવામાં આવ્યા જેમાં કરોડોની બેનામી રોકડ પકડાઈ હતી. એમપી સરકાર કોંગ્રેસ માટે એટીએમ બની ગઈ છે. કોંગ્રેસે ગરીબોનાં પૈસા લૂંટયા છે. ગરીબો અને બાળકોનાં પૈસા ચૂંટણીમાં વાપરી રહ્યા છે. આ તઘલક રોડ કૌભાંડ છે. આખો દેશ જાણે છે કે તઘલક રોડ પર કયા નેતા રહે છે. આમ મોદીએ રાહુલનું નામ લીધા વિના તેમની તરફ ઇશારો કર્યો હતો.
તમામ ભ્રષ્ટાચારીઓ મોદીને હટાવવા એક થયા છે : મોદીએ કહ્યું કે હું ચોકીદાર બનીને દેશનાં હિતમાં કામ કરીશ. ૧૯૭૯માં કોંગ્રેસે ડીએમકેનું અપમાન કર્યું હતું. ટુજી કૌભાંડ પછી ડીએમકેએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. આજે વિવાદો ભૂલીને ડીએમકે અને કોંગ્રેસ સાથે આવ્યા છે. તમામ ભ્રષ્ટાચારીઓ મોદીને હટાવવા એક થયા છે.
એનડીએની ત્રણ અગ્રતા વિકાસ, સર્વાંગી વિકાસ અને સમાવેશી વિકાસ એનડીએની ત્રણ અગ્રતા છે.
પિતા નાણાપ્રધાન બન્યા અને પુત્રએ દેશને લૂંટયો
મોદીએ તામિલનાડુનાં કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ્ પર પ્રહારો કરતા કહ્યું કે યુપીએનાં રાજમાં પિતા (ચિદમ્બરમ્) જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે તેમનાં પુત્ર ( Sર્કાિત ચિદમ્બરમ્) દ્વારા દેશને લૂંટવામાં આવ્યો હતો. તેઓ જ્યારે જ્યારે સત્તામાં આવ્યા ત્યારે લૂંટ ચલાવી હતી.
કોંગ્રેસ, જેડીએસની પ્રેરણા પરિવારવાદ જ્યારે અમારી પ્રેરણા રાષ્ટ્રવાદ
મોદીએ મેંગ્લુરૂમાં કહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસની પ્રેરણા પરિવારવાદ છે જયારે અમારી પ્રેરણા રાષ્ટ્રવાદ છે. તેમનાં વંશવાદે પક્ષનાં વરિષ્ઠ નેતાઓને હાંસિયામાં ધકેલ્યા જ્યારે અમારા અંત્યોદયમાં એક ચાવાળાને દેશનો વડા પ્રધાન બનાવ્યો. એકમાત્ર મોદી જ માખણ પર નહીં પરંતુ પથ્થર પર લકીરો ખેંચી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસે ૬૦ વર્ષ સુધી અન્યાય કર્યા હવે પછી ન્યાયની વાત કરે છે : PM appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-60-year-to-end/
via Best Gujarati News
0 Comments