શોપિયાંમાં ભારતીય સેનાનું એન્કાઉન્ટર જૈશનાં કમાન્ડર સહિત ૨ આતંકી ઠાર
। શ્રીનગર ।
કાશ્મીરનાં શોપિયાંમાં શનિવારે સવારે આર્મી અને સુરક્ષાદળનાં જવાનોએ જૈશ- એ- મોહમ્મદનાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં એક જૈશનો ટોચનો કમાન્ડર શાહજહાં પણ માર્યો ગયો હતો. શોપિયાંનાં ગાહંદ વિસ્તારમાં સુરક્ષાદળોને બે કે ત્રણ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ પછી આર્મી અને અર્ધ લશ્કરી દળોનાં જવાનો દ્વારા આ વિસ્તારમાં ઘેરો ઘાલીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ વખતે આતંકીઓ દ્વારા અચાનક ફાયરિંગ શરૂ કરાયું હતું. માર્યા ગયેલા બે આતંકીઓમાં એક રાવલપોરાનો આબિદ વાગે હતો જ્યારે બીજો અમશેપોરાનો શાહજહાં હતો.
અગાઉ હિઝબુલનાં બે આતંકી ઠાર કરાયા હતા
સુરક્ષાદળો દ્વારા આ અગાઉ પણ હિઝબુલનાં બે આતંકીઓને ઠાર કરાયા હતા. આ આતંકીમાં એમ. ટેક.નો એક વિદ્યાર્થી હતો જે ગાંદરબલનાં નુનેર ગામનો રાહિલ રાશિદ શેખ હતો અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. તે હજી ત્રણ દિવસ પહેલા જ આતંકી બન્યો હતો અને આર્મીનો શિકાર બન્યો હતો. માર્યો ગયેલો બીજો આતંકી શોપિયાં જિલ્લાનો કીગમ ગામનો બિલાલ અહમદ હતો.
પૂંછનાં સાબ્જિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરેંગ
પાકિસ્તાન દ્વારા શુક્રવારે સવારે ૮.૩૦ કલાકે પુંછ જિલ્લામાં સાબ્જિયા સેક્ટરમાં આડેધડ ફાયરિંગ કરાયું હતું. આ પછી સરહદી ગામોમાં તંગદીલી સર્જાઈ હતી. પાક.નાં ફાયરિંગમાં ૩ નાગરિકો ઘવાયા હતા. ભારતીય જવાનોએ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. અગાઉ પાક. દ્વારા રાજૌરી અને પુંછમાં અટકચાળો કરવામાં આવતા ભારતે પાક.ની ૭ બોર્ડર પોસ્ટ ફુંકી મારી હતી અને ૧૦થી વધુ સૈનિકોને ઠાર કર્યા હતા. ભારતે પાક.ને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શોપિયાંમાં ભારતીય સેનાનું એન્કાઉન્ટર જૈશનાં કમાન્ડર સહિત ૨ આતંકી ઠાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/shopian-indian-army/
via Best Gujarati News
0 Comments