। બેંગ્લુરૂ ।

કર્ણાટકમાં લોકસભા ચૂંટણી માટે બીજા અને ત્રીજા તબક્કામાં મતદાન થવાનું હોવાથી ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. બીજા તબક્કામાં ૧૮ એપ્રિલના રોજ લોકસભાની ૧૪ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. તે પૂર્વે મંડયા ખાતે કોંગ્રેસ અને જેડી(એસ)ની સંયુક્ત રેલીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું. રાહુલે વડા પ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન મન કી બાત કરી રહ્યા છે, અમે કામની વાત કરી રહ્યા છીએ. દેશમાં બેરોજગારીનો દર ૪૫ વર્ષની ટોચે પહોંચી ગયો છે. રોજ વડા પ્રધાન કાંઈક નવું કરવાનું વચન આપી રહ્યા છે. તેમણે દેશને કહેવું જોઇએ કે રોજગારી માટે તેમણે શું કર્યું? ભાજપનો ચૂંટણી ઢંઢેરો પણ રોજગારી મુદ્દે કાંઈ કહેતો નથી. રાહુલે જણાવ્યું હતું કે બે વિચારધારા વચ્ચેની આ ચૂંટણી છે. કોંગ્રેસ તમામ માટે વિકાસ અને એકતાની વાત કરી રહી છે તો બીજી તરફ ભાજપ અને મોદી લોકોમાં ભાગલા પાડવામાં વિશ્વાસ ધરાવે છે.

સરકારમાં ૨૨ લાખ સ્થાન ખાલી પડયા છે. સત્તા પર આવતાં જ એક વર્ષમાં આ તમામ ખાલી સ્થાન ભરી દેવાની અમે ખાતરી આપીએ છીએ.

ખેડૂતો માટે અલગ બજેટ 

કર્ણાટક સરકાર લોકોને રૂપિયા હજારો કરોડની ચુકવણી કરી ચૂકી છે. અમે મેનિફેસ્ટોમાં લખ્યું છે કે ખેડૂતોને અમે મદદ કરીશું. ચૂંટણીમાં વિજયી થતાં જ અમે ખેડૂતો માટે વિશેષ બજેટ ઘડીશું. રાષ્ટ્રીય બજેટની સાથે ખેડૂત માટેનું બજેટ પણ બહાર પડશે. વર્ષના આરંભે જ ખેડૂતોને ખબર પડી જશે કે સરકાર તેમના માટે શું કરવા જઈ રહી છે. રાહુલે વધુમાં કહ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે અમે સત્તા પર આવતાં જ ધિરાણની ચુકવણી ના કરી શકેલા ખેડૂતને જેલમાં નહીં જવું પડે.

રાહુલે માસ્ટરની ડિગ્રી વિના જ એમ.ફિલની ડિગ્રી લીધી : જેટલી

સ્મૃતિ ઈરાનીની ડિગ્રીનો મુદ્દો રાજકીય વિવાદ બની રહ્યો છે. આ મુદ્દે ફેસબુક પોસ્ટમાં વિપક્ષના પ્રમુખ પર પ્રહાર કરતાં નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાતનું જાહેરમાં ઓડિટ કરવામાં આવે તો સંખ્યાબંધ સવાલોના જવાબ મળતા નથી. ભાજપના ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પર બધાનું ધ્યાન કેન્દ્રિત થાય છે પરંતુ એ ભૂલી જવામાં આવે છે કે, રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાતોની જાહેર ચકાસણી કરવામાં આવે તો ઘણા સવાલોના જવાબ મળે તેમ નથી.

સ્મૃતિની વહારે સ્વામી ‘બુદ્ધુ’ રજૂ કરે એમફિલ ડિગ્રીના પુરાવા

કોંગ્રેસે ડિગ્રી મુદ્દે સ્મૃતિ પર જૂઠું બોલવાનો આરોપ લગાવતાં તેમના રાજીનામાની માગ કરી છે. સ્મૃતિ ઈરાનીના બચાવમાં ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી ઊતર્યા છે. તેમણે એક ટ્વિટમાં સ્વામીએ કહ્યું, … બુદ્ધુએ પણ પોતાના ઉમેદવારી પત્રમાં ભૂલથી જાણકારી આપતા દાવો કર્યો છે કે તેની પાસે એમ.ફિલની ડિગ્રી છે. તે પ્રી- થીસિસ એક્ઝામમાં ફેલ હતો, તેથી તેને થીસિસ લખવાની મંજૂરી મળી ન હતી. તેને કહો કે પોતાની થીસિસ રજૂ કરે કે પછી એક્ઝામના પરિણામના પુરાવા દેખાડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વડા પ્રધાન મન કી બાત કરે છે અમે કામની વાત કરીએ છીએ : રાહુલ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/prime-minister-man-ki-baat-kar-is/
via Best Gujarati News

0 Comments