લખનઉ :

ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં ‘અલી’ અને’બજરંગબલી’ મુદ્દે રાજકીય ઘમસાણ વધી ગયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, સપાના ફાયરબ્રાન્ડ નેતા આઝમખાન પછી માયાવતીએ પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે. ચૂંટણી પંચની નોટિસનો જવાબ સોંપતા યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે તેમણે બદઇરાદાપૂર્વક નિવેદન નહોતું આપ્યું અને ભવિષ્યમાં નિવેદનો કરતી વખતે તકેદારી રાખશે. માયાવતીએ રામનવમી પર્વે સંદેશો આપતાં જણાવ્યું હતું કે,ઔ’રામનવમી પર્વે દેશ અને પ્રદેશવાસીઓને શુભેચ્છા અને તેમના જીવનમાં સુખશાંતિ આવે તેવી કુદરતને પ્રાર્થના. લોકો જે સમયમાં શ્રીરામના આદર્શોનું સ્મરણ કરી રહ્યા છે તેવામાં ચૂંટણી સ્વાર્થ માટે બજરંગબલી અને અલીનો વિવાદ ઊભો કરીને ટકરાવ જન્માવવા પ્રયાસશીલ સત્તાધારી તાકાતોથી સાવધાન.’ માયાવતી યોગી આદિત્યનાથના નિવેદન તરફ ઇશારો કરી રહ્યા હતા.

શું છે વિવાદ? 

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે,’કોંગ્રેસ, સપા અને બસપાને અલી પર વિશ્વાસ છે અમે પણ બજરંગબલી પર વિશ્વાસ ધરાવીએ છીએ.’દેવબંદમાં બસપાના વડા માયાવતીએ મુસ્લિમોને સપા – બસપા ગઠબંધનને મત આપવા કરેલી અપીલના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી. યોગીના આ નિવેદન પછી ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવીને શુક્રવાર સુધીમાં જવાબ માગ્યો હતો.

યોગીએ શું કહ્યું?  

જવાબમાં યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે તેમનો ઇરાદો ખોટો નહોતો. ભવિષ્યમાં આવા નિવેદન મુદ્દે તકેદારી રાખશે. લખનઉમાં મુખ્ય ચૂંટણી અધિકારીને યોગીએ જવાબ સોંપ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું કે વિશ્વાસ અપાવું છું કે ભવિષ્યમાં આવા નિવેદન આપવાથી દૂર રહીશ. યોગીએ જવાબ આપ્યા પછી હવે તેમની સામે શી કાર્યવાહી કરવી તે પંચ નક્કી કરશે.

દેવબંદ રેલી : માયાવતી સાથે મંચ પર બેસવા અજિતસિંહને જૂતા ઉતારવા પડયા  

ગત લોકસભા ચૂંટણીમાં માયાવતીને ભલે એક પણ બેઠક ના મળી હોય પરંતુ આ વખતે સપા-બસપા- આરએલડી ગઠબંધનનો મુખ્ય ચહેરો બનીને તેઓ ઊભરી રહ્યા છે. મહાગઠબંધનની રેલી, તેના પ્રોટોકોલ, મંચ પર કોણ ક્યાં બેસશે, કોણ ક્યારે બોલશે તે બધું જ માયાવતી નક્કી કરી રહ્યા છે. ગઠબંધનમાં માયાવતી એટલા શક્તિશાળી છે કે એક રેલીમાં માયાવતી સાથે મંચ પર બેસવા આરએલડી વડા અજિતસિંહને પણ પોતાના જૂતા ઉતારવા પડયા હતા. સહારનપુરની દેવબંદ રેલી વખતે મંચ પર ચડવા માયાવતી અને અખિલેશની પાછળ અજિતસિંહે જેવા પગ ઉપાડયા કે બસપાના કોઓર્િડનેટરે અજિતસિંહને તેમના પગરખાં ઉતારવા કહ્યું હતું. અજિતસિંહને કહેવામાં આવ્યું કે મંચ પર પોતાના સિવાય અન્ય કોઇ જૂતા પહેરીને બેસે તે માયાવતીને પસંદ નથી. દલિત મતો માટે માયાવતી તરફ આશાવાન અજિતસિંહે માયાવતીનો પ્રોટોકોલ માન્યો અને જૂતા ઉતારીને જ મંચ પર પહોંચ્યા.

બજરંગબલી – અલીના ગઠબંધનથી સારું પરિણામ મળશે

માયાવતીએ બુલંદશહરમાં રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે અલી અને બજરંગબલી બંને અમારા છે. અમારે બંને જોઇએ. બંનેના ગઠબંધનથી પરિણામ સારા મળશે. બજરંગ દલિત જાતિના હતા તેની શોધ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને કરી છે. પરંતુ યોગીને ના અલીના મત મળશે ના મારી જાતિના મત મળશે.

હનુમાનજી નારાજ, ભાજપના નેતા બચી નહીં શકે : અખિલેશ

સપા નેતા અખિલેશ યાદવે બદાયુંમાં એક રેલીને સંબોધતાં કહ્યું હતું કે ભાજપ સમાજમાં ભાગલા પડાવીને રાજ કરે છે. તેમણે કહ્યું કે ભાજપના તમામ નેતા મારા અને તમારા ભગવાન હનુમાનજીની જાતિ કહી રહ્યો હતો. આ વખતે ભગવાન તેમનાથી નારાજ છે. બચી નહીં શકે. ભગવાન હનુમાન ગદા લઇને ઉભા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post માયાવતીએ અલી-બજરંગબલી વિવાદમાં ઝુકાવ્યું તો યોગીએ પંચને ખુલાસો આપ્યો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/mayawati-ali-bajrangbali-v/
via Best Gujarati News

0 Comments