જલિયાંવાલા બાગ હત્યાકાંડ ઇતિહાસના શરમજનક કૃત્યનું પ્રતિબિંબ : બ્રિટિશ રાજદૂત
। નવી દિલ્હી ।
જલિયાંવાલા બાગ ખાતે અંગ્રેજ હકૂમત દ્વારા આચરાયેલા નરસંહારની ૧૦૦મી વરસી નિમિત્તે શનિવારે દેશભરમાં રાજકીય નેતાઓ અને નાગરિકોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપી હતી. આ પ્રસંગે અમૃતસર ખાતે જલિયાંવાલા બાગ સ્મારક ખાતે પહોંચેલા બ્રિટિશ રાજદૂત સર ડોમિનિક એક્વિથે નરસંહારમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પતાં ઊઁડા ખેદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સ્મારક ખાતેની વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે, ૧૦૦ વર્ષ પહેલાં જલિયાંવાલા બાગ ખાતેની ઘટના બ્રિટિશ-ઈન્ડિયા ઔઇતિહાસના શરમજનક કૃત્યનું પ્રતિબિંબ છે. અમે આ ઘટના અને તેના દ્વારા સર્જાયેલી પીડા અને વેદના માટે અત્યંત ખેદ વ્યક્ત કરીએ છીએ. મને એ વાતની ખુશી છે કે આજે ભારત અને બ્રિટન ૨૧મી સદીમાં ભાગીદારી દ્વારા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. બ્રિટિશ દૂતાવાસના ઓફિશિયલ પેજ પર કરાયેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ જલિયાંવાલા બાગમાં મૃત્યુ પામેલાઓને અમે આજે અત્યંત દુઃખ સાથે યાદ કરી રહ્યાં છીએ. તેના કારણે થયેલી પીડા માટે અમને ઘણો ખેદ છે.
જલિયાંવાલા નરસંહાર
૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ જલિયાંવાલા બાગ ખાતે બૈશાખીની ઉજવણી માટે સેંકડો લોકો એકઠાં થયાં હતાં. તે પ્રસંગે જનરલ ડાયરે નિઃશસ્ત્ર લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. જેમાં ૧,૦૦૦થી વધુ લોકો શહીદ ઔથયાં હતાં.
માનવ સંસ્કૃતિ પરનું કલંક : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ૧૦૦ વર્ષ પહેલાં આજના દિવસે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જલિયાંવાલા બાગ ખાતે શહીદ થયાં હતાં. ભયાનક નરસંહાર માનવ સંસ્કૃતિ પરનું કલંક છે. શહાદતના આ દિવસને ભારત ક્યારેય ભૂલી જશે નહીં. આપણે જલિયાંવાલા બાગ ખાતેના શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
સ્વતંત્રતા માટે ચૂકવાયેલી કિંમતને ક્યારેય ભૂલી શકાશે નહીં : રાહુલ ગાંધી
અમરિન્દરસિંહ સાથે જલિયાંવાલા બાગના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા માટે ચૂકવાયેલી કિંમતને ક્યારેય ભૂલી શકાશે નહીં. અમે ભારતના લોકોને સલામ કરીએ છીએ કે આઝાદી માટે તેમણે સર્વસ્વ અર્પણ કરી દીધું.
આજે આપણે ૧૦૦ વર્ષ પહેલાં જલિયાંવાલા બાગ ખાતે આચરાયેલા ભયાનક નરસંહારને યાદ કરી રહ્યાં છીએ. ભારત આજે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પે છે. તેમની બહાદુરી અને બલિદાનને ક્યારેય વિસરી શકાશે નહીં. તેમની સ્મૃતિ આપણને ગૌરવ થાય તેવા ભારતના નિર્માણની પ્રેરણા આપે છે.
- વડા પ્રધાન મોદી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જલિયાંવાલા બાગ હત્યાકાંડ ઇતિહાસના શરમજનક કૃત્યનું પ્રતિબિંબ : બ્રિટિશ રાજદૂત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jalianwala-garden-killer-2/
via Best Gujarati News
0 Comments