પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં ફરજ બજાવશે, ૯ પ્રોફેશનલ નિયુક્ત
। નવી દિલ્હી ।
કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોમાં સચિવોની નિયુક્તિ માટે સરકારે પ્રાઇવેટ સેક્ટરના પ્રોફેશનલો માટે દ્વાર ખુલ્લા મૂકી દીધાં છે. સરકારે વિવિધ વિભાગોમાં કામ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરના ૯ પ્રોફેશનલની પસંદગી કરી છે. સરકારી નીતિઓના ઘડતરમાં પ્રોફેશનલોની એન્ટ્રી મોટા બદલાવના સંકેત આપી રહી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોતાના ક્ષેત્રના વ્યાપક જ્ઞા।ન સાથેના નિષ્ણાતોને એક એન્ટ્રી પ્રોસેસ દ્વારા સરકારમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે.
અત્યાર સુધી યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસિઝ એક્ઝામ દ્વારા જ જોઇન્ટ સેક્રેટરી સ્તરના અધિકારીઓની પસંદગી કરાતી હતી. પ્રાઇવેટ સેક્ટરના પ્રોફેશનલોની પસંદગીમાં સમાન ધોરણો જળવાય તે માટે સમગ્ર પસંદગી પ્રક્રિયા યુપીએસસી દ્વારા જ હાથ ધરાઈ હતી.
યુપીએસસીએ હવે કૃષિ, નાગરિક ઉડ્ડયન, નાણાં, પરિવહન અને જહાજરાની વિભાગોમાં જોડાનારા નિષ્ણાતોની યાદી જાહેર કરી છે. તેઓ સંબંધિત વિભાગોમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર કામ કરશે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એક મોટો બદલાવ છે. કદાચ પહેલીવાર પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતોનો સરકારમાં સમાવેશ થઈ રહ્યો છે. પસંદ કરાયેલા ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો લાગુ પડશે અને તેમને જોઇન્ટ સેક્રેટરીના પગાર ભથ્થાં ચૂકવવામાં આવશે.
કયા નિષ્ણાતોની પસંદગી કરાઈ
૧. અંબર દુબે : કેપીએમજી ખાતે એરોસ્પેસ અને ડિફેન્સના નિષ્ણાત – નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં જોડાશે
૨. સુજિતકુમાર વાજપેયી : NHPC : પર્યાવરણ મંત્રાલયમાં જોડાશે
૩. દિનેશ જગદલે : પનામા ગ્રૂપના સીઈઓ – રિન્યુએબલ એનર્જી મંત્રાલયમાં જોડાશે
૪. કાકોલી ઘોષ : કૃષિનિષ્ણાત – કૃષિમંત્રાલયમાં જોડાશે
૫. સૌરભ મિશ્રા : નાણામંત્રાલયમાં જોડાશે
૬. રાજીવ સક્સેના : આર્થિક બાબતોના વિભાગમાં જોડાશે
૭. અરુણ ગોયલ : વાણિજ્યમંત્રાલયમાં જોડાશે
૮. સુમનપ્રસાદસિંહ : માર્ગ પરિવહન મંત્રાલયમાં જોડાશે
૯. ભૂષણકુમાર : જહાજરાની મંત્રાલયમાં જોડાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં ફરજ બજાવશે, ૯ પ્રોફેશનલ નિયુક્ત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/private-sector-expert/
via Best Gujarati News
0 Comments